વીમો લેતી વખતે જ હાઇપરટેન્શન હોવાનું જણાવી હાર્ટ ડિસિઝ માટે લીધેલી ટ્રીટમેન્ટ ક્લેઇમ નકારનાર વીમા કંપનીને ગ્રાહક અદાલતે સેવામાં ક્ષતિ થઇ હોવાનું જણાવી કલેઇમની રકમ વ્યાજ અને વળતર સહિત ચુક્વવાનું આદેશ છે.
ઉમરાગામ રહેતા ચંદ્રકાંત પટેલે ધી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીમાંથી રૂ.4,00,000- નો PB-Oriental Royal Mediclaim Policy Schedule તરીકે ઓળખાતો વીમો લીધો હતો. જાન્યુઆરી-2018માં તેમને અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો અને ચાલવામાં તકલીફ થતા ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ચંદ્રકાંત પટેલને હોસ્પિટલે હોસ્પિટલાઇઝેશન, સ્ટેન્ટ, મેડીક્લ ટ્રીટમેન્ટ, જુદાં-જુદાં ટેસ્ટસ, દવાઓ, ઇંજેક્શનો મળી કુલ ખર્ચ રૂા. 1,81,183/- બિલ આપ્યું હતું.વીમાં કંપનીએ તેમણે વીમો લેવા અગાઉથી હાઇપરટેન્શન હોવાથી તેમજ Pre-Exlsting HTN નો ક્લેઇમ વીમો લીધાના પહેલા 2 વર્ષમાં મળવાપાત્ર ન હોવાનું જણાવી ક્લેઇમ નકારી કાઢ્યો હતો.
હાઇપર ટેન્શન અને હાર્ટડિસિઝનો સીધો સંબંધ વીમા કંપની સાબિત કરી શકી નથી
વીમાધારક ચંદ્રકાંત પટેલે વકીલ શ્રેયશ દેસાઈએ મારફત ગ્રાહક અદાલતને ફરિયાદ કરી હતી. શ્રેયશ દેસાઇએ દલીલ કરી હતી કે, ફરિયાદીનો ક્લેઇમ હાઇપરટેન્શન બીમારીનો નહી પણ હાર્ટ સંબંધિત બીમારીનો હતો. હાઇપરટેન્શન અને હાર્ટ ડિસીઝ વચ્ચે સીધો સબંધ વીમા કંપની સાબિત કરી શકી નથી. તેથી ફરિયાદીને ક્લેઇમ મળવાપાત્ર છે.કોર્ટે ક્લેઇમની રકમ 7 ટકા વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.