હુકમ:દર્દીને બ્રેઇન હેમરેજ થતાં બેદરકાર ડોક્ટરને પાંચ લાખ ચુકવવા હુકમ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 12 વર્ષથી ચાલી રહેલી હાઇપરટેન્શનની દવા ડોકટરે બંધ કરાવી દેતાં મહિલા દર્દીને બ્રેઇન હેમરેજ તથા પેરાલિસીસ થઈ ગયું હતું

ડોક્ટરની બેદરકારીના કેસમાં કોર્ટે મહિલા દર્દીને 5 લાખનું વળતર આપવા હુકમ કર્યો હતો. મહિલા દર્દી 12 વર્ષથી હાઇપરટેન્શનની દવા લેતા હતા, પરંતુ ડોકટરે તે બંધ કરાવતા 5 જ દિવસમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જ્યાં તેમને બ્રેઇન હેમરેજ અને પેરાલિસીસ થયો હતો. તકરાર નિવારણ ફોરમના પ્રમુખ ન્યાયધીશ એ.એમ.દવેએ અને સભ્ય રૂપલ બોરેટે ટાક્યું હતું કે આ કિસ્સો સ્વયં બેદરકારીનો છે.

હોસ્પિટલમાં દાખલ થયા બાદ, ફરી તબિયત બગડી
દીપિકા પટેલ (નામ બદલ્યું છે) વર્ષ 2007થી હાઇપરટેન્શનના દર્દી હતા, ડો. નીતિન શાહે તેમને હાઇપરટેન્શનની દવા લખી આપી હતી. 2018માં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું કહેવાયું હતું. જ્યાં ડોકટરે તેમની દવા બંધ કરાવી દીધી હતી. ઘરે આવ્યા બાદ માથાના દુખાવા સહિતની તકલીફો વધતાં તેમને અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેમને બ્રેઇન હેમરેજ અને બાદમાં પેરાલિસીસની અસર થઈ હતી જે 9 મહિના રહી હતી. જેથી દર્દીએ કોર્ટ કેસ કર્યો હતો.

અવેજીમાં દવા ન અપાઈ
કોર્ટમાં કેસ ચાલતા એડવોકેટ શ્રેયસ દેસાઈની દલીલ હતી કે ફરિયાદીને એલર્જીક બ્રોન્કાઇટીસ થયું હતું. જેમાં નોડોન દવા બંધ કરવાની જરૂર ન હતી. જો દવા બંધ કરવાની જરૂર પડે તો તેની અવેજમાં બીજી દવા પ્રિસ્ક્રાઇબ કરવાની જરૂર હતી.

અન્ય સમાચારો પણ છે...