કોર્ટનો નિર્ણય:મહિલા વીમા એજન્ટના મોત કેસમાં 16 લાખ વળતર ચૂકવવાનો આદેશ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે 51 લાખના વળતરની માગણી કરી હતી
  • 13 વર્ષ અગાઉ અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું

13 વર્ષ અગાઉના અકસ્માતના કેસમાં મહિલા વીમા એજન્ટનું મોત થયુ હતુ તેમાં સાસરિયાઓ દ્વારા અકસ્માત વળતર ધારા હેઠળ કરાયેલાં કેસમાં કોર્ટે 16 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરાયો હતો. પરિવારે 51 લાખની માગણી કરી હતી.આ માટે આવકની ગણતરી બતાવી મહિલા વાર્ષિક ત્રણ લાખથી વધુ કમાતા હોવાના પુરાવા પણ રજૂ કરાયા હતા.

કેસની વિગત મુજબ તા. 1લી માર્ચ, 2008ના રોજ વીમા એજન્ટ તરીકે કામ કરનારા 35 વર્ષીય પરિણીત મહિલા કે જે શેર માર્કેટનું કામકાજ પણ કરતા હતા. તેઓ હાંસોટથી સુરત તરફ પોતાની કારમાં આવી રહ્યા હતા ત્યારે ટેન્કરે ટક્કર મારતા મહિલાનું મોત નિપજયુ હતુ. જેથી વહુના આકસ્મિક મોત બાદ સાસરિયાઓ દ્વારા કોર્ટમાં અકસ્માત વળતર ધારા હેઠળ કેસ કરવામા આવ્યો હતો. કોર્ટમાં ફરિયાદી તરફે એડવોકેટ ભાવેશ કાપડિયા અને હસુ મિસ્ત્રી દ્વારા કરવામાં આવેલી દલીલો બાદ કોર્ટે ટેન્કરના ડ્રાયવર, માલિક અને વીમા કંપનીને રૂપિયા 16.62 લાખ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

સાસુએ કેસ કર્યો હતો
વહુના આકસ્મિક અ‌વસાન બાદ બે સંતાનો નોંધારા થયા હતા. એટલું જ નહીં પિતા પણ ન હોવાથી 73 વર્ષીય સાસુએ અને બે સગીર બાળકોએ ટેન્કરના ડ્રાયવર, માલિક અને વીમા કંપની સામે અકસ્માત વળતર ધારા હેઠળ કેસ કર્યો હતો. જેમાં પરિવારની તત્કાલિન આર્થિક સ્થિતિ દર્શાવવામાં આવી હતી. જેમાં મહિલા સિવાય ઘરમાં કોઇ કમાવનાર ન હતું. કુટુંબની આજીવિકાનો એક માત્ર આધાર મહિલા હતી. કોર્ટ પાસે 51 લાખના વળતરની માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...