• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Order To Pay Alimony Of Rs 5,000 Per Month To Mother in law And Daughter in law Who Do Not Accept Widow daughter After Death Of Husband

દાખલારૂપ કેસ:પતિના મોત બાદ વિધવા-પુત્રીને નહીં સ્વિકારનારા સાસુ અને દિયરને મહિને 5 હજાર ભરણપોષણ ચૂકવવા હુકમ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દંપતીએ પુત્રી દત્તક લીધી હતી, મકાન પણ પતિના નામે હતું

ઘોડદોડ રોડ ખાતે રહેતા યુવકનું અવસાન થતાં તેની પત્ની અને પુત્રીનો સાસરિયાએ સ્વીકાર ન કરતાં બંનેના ભરણપોષણ માટે પત્નીએ રહેઠાણ સહિતની વ્યવસ્થા માટેની અરજી કરી હતી. કોર્ટે સાસુ અને દિયરને મહિને 5 હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. સામાન્ય રીતે પત્ની-પતિના ઝઘડામાં પતિ સામે જ ભરણપોષણની અરજી થતી હોય છે. પરંતુ કોર્ટમાં લાંબા સમય બાદ સાસરિયાઓ સામે આ પ્રકારની અરજી આવી હતી.

મિલકતના ઝઘડા બાદ પતિ-પત્ની ભાડાંના મકાનમાં રહેતા હતા
અરજદાર પત્ની લગ્નબાદ સંયુક્ત કુુંટુંબમાં રહેતા હતા પરંતુ પતિના સાસરિયાઓ સાથે મિલકતના ઝઘડાં થતા ભાડાના મકાનમાં રહેતા થયા હતા. દંપતિને બાળક ન થતાં તેઓએ એક પુત્રી દત્તક લીધી હતી. આ દરમિયાન હાર્ડ એટેકથી પતિનું મોત થયું હતુ જેથી ભરણપોષણની જવાબદારી પત્ની પર આવી ગઈ હતી. બીજી તરફ સાસરિયાઓએ પણ વહુ અ્ને દીકરીનો સ્વીકાર કર્યો નહતો. ઉપરાંત મિલકતમાં પણ ભાગ આપ્યો નહતો. આથી અરજદારે એડવોકેટ કીર્તન સાલવે મારફત કોર્ટમાં દાળ દાદ માગતી અરજી કરી હતી.

પતિના નામના વેરાબિલ રજૂ કરાયા
કોર્ટે પહેલાં તો સાસરિયા સાથેના સમાધાનનો રસ્તો અપનાવવા કહ્યું હતું. પરંતુ સાસારિયાઓ તરફે પોઝિટિવ રિપ્લાય નહીં આવતા કેસ આગળ ચાલ્યો હતો. પતિના નામના વેરાબિલ સહિતના પુરાવા પણ રજૂ કરાયા હતા. જો કે, તેમ છતાં વિધવા અને તેમની પુત્રીને ઘરમાં રેહવા દેવાયા નહતા.

હાલ વિધવા પિતાના ઘરે
ભાડાનું મકાન ખાલી કરવાની ફરજ પડતાં અરજદાર વિધવા અને અઢી વર્ષની પુત્રીએ પિતાના ઘરે રહેવાની ફરજ પડી હતી. પિયરમાં રહી કેસ કરાયો હતો. સૂત્રો કહે છે કે સાસરિયાઓ જ્યાં રહે છે તે ઘર પતિના નામે હતું. બાદમાં તે સસરાના નામે કરી દેવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...