તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો ચૂકાદો:પત્નીને તરછોડનાર વેપારીને 13 હજાર ચૂકવવાનો આદેશ

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરણપોષણ કેસમાં ફેમિલી કોર્ટનો ચૂકાદો

ફેમિલી કોર્ટમાં ચાલતા ભરણપોષણના એક કેસમાં કાપડના વેપારીને પત્ની અને બે બાળકો માટે દર મહિને રૂપિયા 13 હજાર ચૂકવવાનો હુકમ કરાયો હતો. કોર્ટે નોંધ્યુ હતુ કે સાહેદની અમુક મુદ્દા ઉપર ઉલટ તપાસ કરવામાં ન આવે તો તે હકીકત સાચી છે તેવું માનુવુ પડે. આ કેસમાં અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જોષી હાજર રહ્યા હતા.

કેસની વિગત મુજબ કાપડના વેપારી સાથે લગ્ન બાદ યુવતી રાજસ્થાન રહેવા ગઈ હતી. એક વર્ષ બાદ ફરીથી વેપારી દંપતિ સુરત રહેવા માટે આવ્યું હતું. પતિ કાપડનો ધંધો કરતો હોય તેની માર્કેટમાં અન્ય એક યુવતી સાથે ઓળખાણ થઈ હતી. વેપારીની અન્ય યુવતી સાથે પ્રકરણમાં પતિ-પત્ની વચ્ચે સતત ખટરાગ થતી હતી. વિવાદ વધતા પતિ પત્ની અને બે પુત્રીઓને સુરત જ છોડીને કાપડ વેપારી રાજસ્થાન જતો રહ્યો હતો. ત્યાર બાદ આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. બંને પક્ષની દલીલો બાદ કોર્ટે પત્ની અને બંને પુત્રીઓ સહિત તમામને ચાર-ચાર હજાર ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...