તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાનો ઉકેલ:ગોથાણના ખેતરોની પાળ તોડવા આદેશ, ડ્રેનેજની સમસ્યા ઉકેલાશે

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરા-વેલંજાની સોસાયટીઓમાં દૂષિત પાણીની સમસ્યા
  • ધારાસભ્ય, મ્યુ.કમિશનર, ખેડૂતો વચ્ચે મળી બેઠક

શહેરના છેવાડાના ઉમરા-વેલંજામાં પીવાનું પાણી દૂષિત આવતું હોવાની ફરિયાદ સાથે પાલિકાની મુખ્ય કચેરીએ શુક્રવારે મોરચો આવ્યા બાદ કઠોર જેવી સ્થિતિ ન થાય માટે શનિવારે ગોથાણ સહકારી મંડળી ખાતે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મ્યુ.કમિશનર બંછાનિધી પાની, કતારગામ ઝોનના અધિકારી, ડ્રેનેજ વિભાગના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક મળી હતી. જેમાં સમજાવટના અંતે ખેડૂતોને પાળા તોડવાની સૂચના અપાઇ હતી. છેલ્લાં કેટલા સમયથી ઉમરા-વેલંજાગામની સોસાયટીઓમાં ડ્રેનેજ અને ખાળકૂવાના અભાવે ડ્રેનેજનું પાણી ખુલ્લામાં છોડવામાં આવે છે.

આ ગંદુ પાણી ગોથાણના ખેતરોમાં જતુ હોવાથી પાકને નુકસાન થતું હતું. જેના પગલે ખેડૂતોએ ગંદુ પાણી અટકાવવા ખેતરોમાં પાળ બાંધી દેતા ઉમરા-વેલંજાની કેટલીક સોસાયટીઓમાં ડ્રેનેજના પાણી ભરાવવાની તેમજ પીવાનું પાણી દુષિત આવતું હોવાની ફરિયાદ રહેવાસીઓ કરી હતી. બેઠકમાં ખેડૂતોને સમજાવીને પાળો તોડવા સુચના અપાઇ હતી. પાલિકા દ્વારા વહેલી તકે ડ્રેનેજની કામગીરી કરીને ગંદા પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલની ખાતરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...