તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય વિભાગનો નિર્ણય:મેડિકલના 5 હજાર વિદ્યાર્થીને કોરોના ડ્યૂટી સોંપવા આદેશ

સુરત8 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરતમાં દિનપ્રતિદિન કોરોનાના વધી રહેલા કેસને પગલે આરોગ્ય વિભાગે મેડિકલ અને પેરા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને પાંચ હજાર વિદ્યાર્થીઓને કોરોના દર્દીઓની સારવાર માટે તૈયાર રાખવા આદેશ કર્યો છે. આરોગ્ય વિભાગેે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને પત્ર લખીને જણાવ્યું છે કે ‘મેડિકલ અને પેરા મેડિકલના વિદ્યાર્થીઓ પાસેથી કોવિડ સહાયકની સેવા લેવાની છે.

કોવિડ સહાયકોને જિલ્લા કે પછી કોર્પોરેશનની હોસ્પિટલમાં કામગીરી માટે મોકલવાના રહેશે.’ સુરત સહિત દક્ષિણ ગુજરાતની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોના પ્રિન્સિપાલએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે સેવામાં લેવાની તાકીદ કરી છે. આમ, કોવિડ સહાયકો મળતા કોરોનાના દર્દીઓના સારવાર સારી રીતે આપી શકાશે.

આરોગ્ય વિભાગે મેડિકલ કે પછી પેરા મેડિકલ વિદ્યાર્થીઓના પોસ્ટિંગ અને જે તે ડિપાર્ટમેન્ટ સાથે સંકલન થઈ શકે તે માટે નોડેલ ઓફિસરની નિમણૂંક કરવા માટે પણ આદેશ કર્યો છે. ઉપરાંત નોડેલ ઓફિસરની નિમણૂંક બાદ તેમના નામ આરોગ્ય વિભાગને મોકલવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો