ITએ ફ્રિઝ કરેલાં વરાછાના રહીશના IDBI બેંકના ખાતામાંથી મિનિમમ બેલેન્સની રકમ કાપી લેતા સમગ્ર મામલો ગ્રાહક કમિશનમાં પહોંચ્યો હતો જ્યાં દલીલો બાદ 26 હજારની રકમ 7 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવાનો હુકમ કરાયો હતો. ફરિયાદી તરફે એડવોકેટ નરેશ નાવડિયાએ દલીલો કરી હતી.
વરાછાના કાળુ ઘામેલિયાની પેઢીનો કેસ વર્ષ 2013-14માં આઇટી સ્ક્રુટિની હેઠળ સિલેક્ટ થયો હતો. કેસ કાર્યવાહીના લીધે આઇટીએ પેઢીના બેન્કખાતા સિઝ કર્યા હતા. ITએ IDBI બેંકને તમામ રકમ ડી.ડી.થી જમા કરાવવા કાગળ લખ્યો હતો. 2018માં સ્ક્રુટિ કેસનો નિકાલ થતાં પેઢીની તમામ રકમ વ્યાજ સહિત બેંકમાં જમા કરાવવા જણાવાયુ હતુ. આ મામલે બેંકકર્મીનો લોચો સામે આવતા મામલો ગ્રાહક કમિશન સુધી પહોચ્યો હતો.
ખોટી રીતે ચાર્જ વસુલ્યો: ગ્રાહક કમિશન
ગ્રાહક કમિશને ઓર્ડરમાં ટાંક્યું હતું કે ખોટી રીતે મીનીમમ બેલેન્સ ચાર્જ વસુલી, કોઇ પણ વ્યાજ ન આપી, ફરિયાદીને થયેલાં માનસિક ત્રાસ માટે તે વળતર મેળવવા હક્કદાર છે. ફરિયાદી બેંકની ભૂલનો ભોગ બન્યો છે.
બેન્કે ડીડી મોકલ્યો નહીં, રકમ બેંક પાસે જ હતી
બેન્કે આઇટી વિભાગને કોઈ ડીડી મોકલ્યો નહતો. અને તમામ રકમ બેન્ક પાસે જ હતી. આ સાથે જ બેન્કે મીનીમમ બેલેન્સના ચાર્જ પેટે કુલ 26 હજાર જેટલી રકમ કાપી લીધી હતી. > નરેશ નાવડિયા, એડવોકેટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.