ટેક્સટાઈલ ઉદ્યોગ તેજી તરફ:સુરતી વેપારીઓને દેશમાંથી 10 લાખ તિરંગાના ઓર્ડર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરમાંથી ઓર્ડર મળ્યા, 2 ઓગસ્ટ પૂર્વે વેપારીઓ દ્વારા ઝંડા મોકલી અપાશે

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સુરતના ટેક્સટાઈલ વેપારીઓને 10 લાખથી વધારે ઝંડાનો ઓર્ડર મળ્યો છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઓર્ડર મળ્યો છે. 2જી ઓગસ્ટના રોજ સુરતના વેપારીઓ દ્વારા ઝંડા મોકલી આપવામાં આવશે.

કોરોનાને કારણે સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટની ઉજવણી ધામધૂમથી થઈ શકતી ન હતી. પરંતુ આ વર્ષે કોરોના હળવો થયો હોવાથી સુરત શહેર સહિત સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટની ઉજવણી ધામધૂમથી થશે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી વેપારીઓ દ્વારા સુરતના ટેક્સટાઈલ વેપારીઓને 15મી ઓગસ્ટની ઉજ‌વણી માટે રાષ્ટ્ર ધ્વજના ઓર્ડર આપવામાં આવ્યા છે.

એક અંદાજ પ્રમાણે સુરતના વેપારીઓને 10 લાખથી વધારે ઝંડાના ઓર્ડર મળ્યા છે. જેમાં 2 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીમાં અલગ અલગ સાઈઝના ઝંડા સુરતના વેપારીઓ દ્વારા તૈયાર કરીને દેશના અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવશે. છેલ્લાં 3 મહિનાથી મંદિના વાતાવરણ બાદ હવે ટેક્સટાઈલ ઉદ્યોગ તેજી તરફ ગતિ કરી રહ્યો છે.

2થી 20 રૂપિયા સુધીના ઝંડાનો ઓર્ડર
સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ કહ્યું હતું કે, ‘સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાંથી સુરતના ટેક્સટાઈલ વેપારીઓને ઝંડાના ઓર્ડર મળ્યા છે. જેમાં ખાસ કરીને 2 રૂપિયાથી માંડીને 20 રૂપિયા સુધીના ઝંડાનો ઓર્ડર સુરતના વેપારીઓને મળી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...