દરોડા:વરાછામાં ઓટો પાર્ટ્સ મંગાવી રૂ. 10 કરોડથી વધુની કરચોરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિવાળી પૂર્વે DGGIના દરોડામાં પણ ધડાકો

દિવાળી અગાઉ માર્કેટમાં તેજી વચ્ચે ડીજીજીઆઇની ટીમે વરાછામાં ઓટો પાર્ટસના વેપારીને ત્યાં તપાસ કરી હતી. રેગ્યુલર રિટર્ન કે ટેક્સ નહીં ભરનાર આ વેપારીના હિસાબો તપાસીને અધિકારીઓએ 10 કરોડથી વધુની ટેક્સ ચોરીનો કેસ ઊભો કરી દીધો હતો. આ વેપારીએ હજી એકેય રૂપિયો ટેક્સ, પેનલ્ટી કે વ્યાજ ન ભર્યું હોવાનું અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે. ઓટો પાર્ટસ જ્યાં-જ્યાં સપ્લાય થયા ત્યાં પણ તપાસ થઈ શકે છે.સ્પેશિયલ ડેટા બેઝ અને બાતમીના આધારે વરાછાના એક ઓટો પાર્ટસના વેપારીને ત્યાં દરોડા પડ્યા હતા.

જીએસટી રજિસ્ટ્રેશન ધરાવનારા આ વેપારીએ યોગ્ય અને વ્યવસ્થિત રીતે રિટર્ન ફાઇલ કર્યા ન હતા. વેચેલો બધો જ માલ પણ ચોપડે બતાવ્યો ન હતો. આ ઉપરાંત ક્રેડિટ લઇને તેને પાસઓન પણ કરી હતી. આથી ટીમે દરોડા પાડ્યા હતા. બાકી નિકળતી ટેક્સની રકમ પૈકી વેપારીએ રૂપિયા ન ભર્યા હોવાની માહિતી છે.

દરમિયાન આ વેપારીએ જે માલ લીધો છે અને જેને-જેને વેચ્યો છે ત્યાં પણ તપાસ થઈ શકે છે.સર્વિસ પ્રોવાઇડરને ત્યાં કંઇ ન મળ્યંુ: આ ઉપરાંત વીઆઇપી રોડ પરના એક સર્વિસ પ્રોવાઇડ કરનારી એજન્સી પર પણ ડીજીજીઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતા. બાતમીમાં જે માહિતી અધિકારીઓને અપાઈ હતી તેવી સ્થિતિ સ્પોટ પર નહીં મળતા અધિકારીઓની ટીમ પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...