તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:‘ભરતી નહીં તો મત પણ નહીં’ના બેનરો લગાવી ચૂંટણીનો વિરોધ

સુરત13 દિવસ પહેલા
 • કૉપી લિંક
કેટલાક બેનરો તો ભાજપા કાર્યાલયની સામે જ લગાવવામાં આવ્યા - Divya Bhaskar
કેટલાક બેનરો તો ભાજપા કાર્યાલયની સામે જ લગાવવામાં આવ્યા

મહાનગરપાલિકાની ચૂંટણી સામે હવે શિક્ષિત બેરોજગારોના મુદ્દા લઇને અલગ-અલગ વિસ્તારોમાં ભરતી નહીં તો વોટ પણ નહીંના બેનર લગાવવામાં આવ્યા છે બેનરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના લાખોની સંખ્યામાં શિક્ષિત બેરોજગારો માટે જવાબદાર કોણ છે? રાજ્ય સરકાર ઉપર સીધા આક્ષેપ કરતાં બેનરો વરાછા, કતારગામ, કાપોદ્રા, યોગીચોક, મોટા વરાછા સહિતના વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ પર કરેલા કેસ પરત ખેંચો, LRD તથા SRPFના વિદ્યાર્થીઓને નિમણૂક આપો, બિનસચિવાલય સહિતની પરીક્ષાની તારીખો જાહેર કરો, વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાય બંધ કરો અને ભરતી નહીં કરે ત્યાં સુધી મત નહીં મળે એવો બેનરો લાગ્યા છે. બેનરમાં રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને શિક્ષિત બેરોજગારોને લેવા માટે પરીક્ષાની તારીખો જાહેર કરવાની વાત કરવામાં આવી છે. સરકારે કેટલીક એવી જગ્યાઓ કે જેમાં ઉમેદવારે પરીક્ષા પાસ કરીને તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે છતાં પણ તેમને હજી સુધી નોકરી પર હાજર થવા માટે સરકારે હુકમ કર્યો નથી. રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન વિદ્યાર્થીઓ અને બેરોજગાર યુવકો ઉપર જે કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેને પરત લેવા માટે માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો