શિક્ષણ સમિતિની સામાન્ય સભા ગાજી:સ્કૂલોમાં શિક્ષકોની અછત અને યુનિફોર્મ મુદ્દે વિપક્ષનો હોબાળો, ટાંકીની સફાઈ પણ થતી ન હોવાનો આક્ષેપ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષે વિવિધ મુદ્દે પસ્તાળ પાડી હતી. વિપક્ષી સભ્ય રાકેશ હીરપરાએ મુદ્દો ઉઠાવ્યો હતો કે, સમિતિની શાળાઓમાં 7150 બેંચની અછત છે. જેની ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે. તાકીદે બેંચની ખરીદવામાં આવે. દરેક બાળકને એક જોડી યુનિફોર્મ આપવાનું નક્કી કરાયું છે એનો પણ વિરોધ વિપક્ષે કર્યો હતો.

વાલીદિન નિમીત્તે ફક્ત ધારાસભ્યો અને સાંસદોને જ આમંત્રણ આપવાનો વિરોધ કરી કોર્પોરેટર, શિક્ષણ વિદો કે અન્ય મહાનુભાવોને બોલાવવાની માંગણી કરી હતી. શાળાઓમાં પાણીની ટાંકીની સફાઈ દર 15-20 દિવસે કરવા રજૂઆત કરાઇ હતી. શિક્ષકોની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ કોઈ જવાબ અધ્યક્ષે આપ્યો ન હતો. બજેટની સામાન્ય સભાના રેકોર્ડમાંથી મોટાભાગના સભ્યોના સૂચનોને ગાયબ કરી દેવામાં આવ્યા હોવાના આરોપ કરાયા હતા. માત્ર એક-બે સભ્યોના જ નિવેદનો નોંધવામાં આવ્યા હોવાના આક્ષેપ વિપક્ષે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...