• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Opposition Party Aam Aadmi Party In Surat Municipal Corporation Is Preparing To Fight On Property Tax And Water Meter Issue, Plans To Expose Corruption.

વિપક્ષની રણનીતિ:સુરત મહાનગર પાલિકામાં વિરોક્ષ પક્ષ આમ આદમી પાર્ટીએ મિલકત વેરા અને પાણી મીટર મુદ્દે લડત ચલાવવા તૈયારીઓ આદરી, ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આયોજન

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકામાં લોકોના પ્રશ્નો અને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું આપ દ્વારા આયોજન બેઠકો દ્વારા કરાઈ રહ્યું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પાલિકામાં લોકોના પ્રશ્નો અને ભાજપના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું આપ દ્વારા આયોજન બેઠકો દ્વારા કરાઈ રહ્યું છે.(ફાઈલ તસવીર)
  • કેજરીવાલના માર્ગદર્શનમાં આપના ચૂંટાયેલા કાઉન્સિલરો પાલિકાના લોકોના પ્રશ્ને લડશે
  • હેલ્થ,શિક્ષણ અને ટેક્સના મુદ્દાને પ્રાથમિકતાથી લઈને લોકોની સમસ્યાને વાચા આપશે

આમ આદમી પાર્ટીના વિજય થયા પછી સંકલન બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં સુરત શહેરમાં શાસકોની સામે કયા મુદ્દે લડત આપવાની છે. તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ મહત્વના જે મુદ્દાઓ છે, તેને લઈને કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને "નાની" યાદ કરાવી દેવાની તૈયારી થઈ ગઈ છે. જ્યાં સુધી પ્રજાના કામ યોગ્ય ન થાય ત્યાં સુધી ભાજપને ચેનથી સત્તાનો ભોગ ન કરવા દેવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે.

વેરા દરને મુદ્દે લડત ચલાવાશે
આમ આદમી પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકામાં સૌથી મહત્વના કેટલાક મુદ્દાઓને લઈને લડત શરૂ કરવા જઈ રહી છે. જેમાં મિલકત વેરો પાણીના મીટર ફરજિયાત પણે કોર્પોરેશને હટાવવા જ જોઈએ, એ પ્રકારની માંગણી કરવામાં આવશે. કોર્પોરેશને પ્રાઇવેટ જમીનો લીધી છે, તેના ઉપર થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવશે. વરાછા, કાપોદ્રા, યોગીચોક, પુણાગામ, સરથાણા, કતારગામ મોટા વરાછા જેવા વિસ્તારોમાં સરકારી સ્કૂલો ફરજિયાત પણે શરૂ કરવા માટે લડત ઉપાડવામાં આવશે.

ભ્રષ્ટાચાર બહાર લવાશે
ભાજપના સત્તાધીશોએ અત્યાર સુધી જે કામ નથી કર્યા અને જે કામ કરીને ભ્રષ્ટાચાર કર્યો છે. એ તમામને ઉઘાડા પાડવા માટે આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે. પ્રજાના પ્રાણીનો પ્રશ્ન અને પ્રોફેશનલ ટેક્સથી વિરોધ પક્ષની ભૂમિકા શરૂ કરવા માટેની તૈયારીઓ થઇ ચૂકી છે. તમામ વિસ્તારમાં 50 હજારની વસ્તીમાં એક સરકારી શાળા અને એક હેલ્થ સેન્ટર શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવશે. ટ્રાફિકના પ્રશ્નોને લઈને કોર્પોરેશન અને પોલીસ વચ્ચે સંકલન સાધીને પોલીસ દ્વારા વાહન ચાલકોને જે હેરાનગતિ કરવામાં આવે છે. તે ઓછી થાય તેમજ રસ્તા બનાવવાની અંદર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો જે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરે છે તેને સદંતર રોકવા માટેની લડત શરૂ થશે.

કૌભાંડો ઉજાગર કરાશે
કોર્પોરેશન દ્વારા નવા સમાવિષ્ટ કરેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ભાજપના શાસકો દ્વારા આ વિસ્તારોમાં ઘણા સમયથી કામગીરી કરવામાં આવી નથી. જે ઝડપથી શરૂ કરવામાં આવે એ માટે અમે રજૂઆતો કરીશું. સ્થાનિક સ્તરે પણ લોકોને જે મુશ્કેલીઓ પડે છે. તેને લઈને અમે સતત સત્તાધીશોનું ધ્યાન પર લાવતા રહીશું. સૌથી મહત્વનો પ્રશ્ન ભ્રષ્ટાચાર અને એના માટેની અમારી લડાઈ પહેલા દિવસથી શરૂ થઈ જશે. સુરત કોર્પોરેશનમાં કચરાપેટી કૌભાંડ અને ખીચડી કૌભાંડ જેવા અનેક કૌભાંડો અમે ફરીથી લોકો સમક્ષ લઈ જઈશું. લોકોને બતાવીશું કે, ભારતીય જનતા પાર્ટીના શાસકો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ક્યાં કરે છે? અને કેવી રીતે કરે છે, અત્યાર સુધીમાં પ્રજાના કેટલા રૂપિયાની ઉઘાડી લૂંટ આ શાસકોએ કરી છે તે અંગે અમે મોટા પાયે લડત ઉપાડવાના છે.