તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીમાં એકતા:સુરતમાં પાલિકાની ચૂંટણીમાં વિરોધી પક્ષના નેતાઓ એક થયા, ભાજપના શહિદોના કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવારે દાન આપ્યું

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપ અને કોંગ્રેસના નેતા વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે - Divya Bhaskar
ભાજપ અને કોંગ્રેસના નેતા વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે
  • પાલિકાની ચૂંટણી ભૂલીને પ્રતિસ્પર્ધીઓએ શહિદો માટે એકબીજાને સપોર્ટ કર્યો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક તરફ એકબીજાને નીચા દેખાડવાનો એક પણ મોકો ચૂકતા નથી ત્યારે વેડ-કતારગામ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ સૌને ચોંકાવી દીધા હતાં. ભાજપના ઉમેદવાર શહિદો માટે ફંડ લેવા નીકળ્યા તો કોંગ્રેસના ઉમેદવારે પોતાની રાષ્ટ્રભક્તિ બતાવીને શહિદો માટે યથાશક્તિ દાન આપ્યું હતું.

શહિદોના મુદ્દે એક
સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરની બહાર ભાજપ કોંગ્રેસ શહિદોના એક મુદ્દે એક હોવાનું સામે આવ્યું હતું.વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નરેન્દ્ર પાંડવ આઈ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા શહિદોના એક કાર્યક્રમમાં ફંડ એકત્રિત કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યાં તેઓ ફંડ માટે આગળ આવ્યા ત્યારે ત્યાં કોંગ્રેસના નેતાએ પણ દાન કરીને શહિદો મુદ્દે કોઈ જ રાજકારણ ન હોવાની પ્રતિતિ કરાવી હતી.

ભાજપના નેતાઓ દ્વારા શહિદો માટે દાન એકઠું કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
ભાજપના નેતાઓ દ્વારા શહિદો માટે દાન એકઠું કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ઉમેદવારોનો દેશ પ્રેમ લોકોએ બિરદાવ્યો
ભાજપના ઉમેદવાર નરેન્દ્ર પાંડવ આ વિસ્તારમાં અલગ અલગ સ્થળે જઈને શહીદો માટે ફંડ ઉઘરાવી રહ્યા હતા. તે દરમિયાન તેઓ વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચ્યા હતા .તેઓ લોકોને અપીલ કરતા હતા કે, તેઓ શહીદો માટે ફંડ આપે એ જ સમય દરમિયાન વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવાર રાઘવજીભાઇ ગાયકવાડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તેમણે નરેન્દ્ર પાંડવને ત્યાં ઉભેલા જોતા સ્વયં પોતે આગળ આવીને શહીદો માટે ફંડ એકત્રિત કરવાની કામગીરી જોઇને ખુશ થયા હતા. પ્રતિસ્પર્ધી અને રાજકીય સ્પર્ધક હોવા છતાં પણ તેમણે પોતાના તેમના કાર્યમાં તેમને સહકાર આપ્યો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો પણ ખુશ થઈ ગયા હતા અને બંને રાજકીય ઉમેદવારોને બિરદાવ્યા હતા.

ભાજપના ઉમેદવારે અલગ અલગ વિસ્તારમાં જઈને દાન ઉધરાવ્યું હતું.
ભાજપના ઉમેદવારે અલગ અલગ વિસ્તારમાં જઈને દાન ઉધરાવ્યું હતું.

નેતાઓ શહિદોના મુદ્દે એક થયા
ચૂંટણી પ્રચાર દરમિયાન આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે પરંતુ વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના ઉમેદવાર રાઘવજી અને વોર્ડ નંબર 7 ના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર પાંડવ વચ્ચે દ્રશ્યો જોવા મળ્યા તે ખરેખર સભ્ય સમાજ ને શોભે તેવા છે. લોકશાહીમાં રાજકીય પક્ષોની એકબીજાની આલોચના કરવી એ સ્વીકાર્ય છે, પરંતુ દ્વેષ ભાવપૂર્વક નો પ્રચાર એ ખૂબ જ નિંદનીય બાબત છે. અને આપણને હંમેશા ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળતું હોય છે પરંતુ સુરતમાં બંને પ્રતિસ્પર્ધીઓ વચ્ચે જોવા મળેલા આ દ્રશ્ય છે સૌ કોઈ ખુશ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો