તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત મહાનગરપાલિકામાં સામાન્ય સભા ઓફલાઈન રાખવાની માગ સાથે પાણીના બીલ અને ટેક્સટાઈલ માર્કેટમાં અપાયેલી સસ્તી જગ્યા સહિતના કુલ 3 મુદ્દે વિરોધ પક્ષ દ્વારા શાસકોનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ અગાઉ પાલિકામાં હોબાળો મચાવનારા વિરોધ પક્ષના કાઉન્સિલરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગતરોજ તમામને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતાં. જો કે 3 માગોને લઈને વિરોધ પક્ષના નેતા ઉપવાસ પર યથાવત રહ્યાં છે. વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ આજે આપના કાર્યાલય ખાતે ઉપવાસ યથાવત રાખતા તેમની સાથે અન્ય કાઉન્સિલરો પણ જોડાયા છે.
શાસક પક્ષના નિર્ણયનો વિરોધ
આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રજાલક્ષી મુદ્દાઓને ધ્યાનમાં લેવાના બદલે, ગંભીરતાથી વિચારવાના બદલે સુરત કોર્પોરેશનના તઘલખી શાસકો દ્વારા પોતાના મળતીયાઓને ફાયદો થાય અને જનતા પાણીના બીલ ભરી ભરીને પાયમાલ થઈ જાય એવા તઘલખી નિર્ણય લેવામાં આવ્યા છે. જેના વિરોધમાં ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં પાસેથી ઉપવાસ ઉપર બેસવાની જે 30મીના રોજ વિપક્ષના પ્રતિનીઘી ઘમેઁશ ભંડેરી દ્વારા જાહેરાત કરવામાં આવેલી તે જાહેરાતને યથાયત છે, ધર્મેશ ભંડેરીની સાથે ઉપવાસમાં વોર્ડ નં.3ના નગરસેવક કનુભાઇ ગેડીયા , વોર્ડ નં.4 ના નગરસેવક ધર્મેન્દ્રભાઇ વાવલીયા અને કાર્યકર્તાઓ પણ કાર્યાલય ખાતે ઉપવાસમાં જોડાયા છે. યોગ્ય નિરાકરણ ન આવે તો જલદ કાર્યક્રમની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ ત્રણ મુદ્દે વિરોધ
સામાન્ય બજેટ સભાના એજન્ડા નં-20થી સુરત ટેક્સટાઈલ્સ માર્કેટ કો-ઓપ શોપ્સ એન્ડ વેરહાઉસીંગ સોસાયટી લિ. ને કોર્પોરેશન હસ્તકની સોનાની લગડી જેવી કિંમતી જમીન ત્રણ વર્ષ પહેલા 50 વર્ષ માટે 127 કરોડ મા આપવાનો ઠરાવ થયેલો, એમા સુધારો કરીને નવા ચુંટાયેલા સત્તાધીશોએ એના એ જ 127 કરોડ મા 99 વર્ષ માટે આપી દીધી તેનો વિરોધ છે. સાથે જ ગઇ બજેટ સભામાં 24x7 નામની યોજના અંતર્ગત અમુક જ વિસ્તારમાં પાણીના મીટરો મુકીને પ્રજાને પાણીના મસમોટા બીલ આપવામાં આવ્યા છે તે તમામ બીલ રદ્દ કરી અને જનતાને નિયમિત પદ્ધતિથી પાણી આપવામાં આવે તેવી માંગણી છે. સાથે જ આપના કાઉન્સિલરો સાથે પોલીસે કરેલા અમાનવીય વ્યવહાર કર્યો છે. જેથી જવાબદારો સામે કડક પગલા લેવાની માગ કરાઈ છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.