સુરત મહાનગરપાલિકામાં ભાજપના શાસન દરમિયાન અનેક ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા છે. પાલિકામાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, પાલિકામાં અનેક પ્રકારના કૌભાંડ ચાલી રહ્યા છે. જેમાં સત્તા પક્ષમાં બિરાજમાન ભાજપ દ્વારા પ્રજાના પૈસાનો ખોટો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કલમ 73 ડી હેઠળ વાપરવામાં આવતા રૂપિયા છુપાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે જ જુના કામો પણ હાલ મંજૂર થઈ રહ્યા છે. ચાર વર્ષ જૂના કામો શા માટે મંજૂર થઈ રહ્યા છે. તે પ્રશ્ન છે. ભ્રષ્ટાચાર કરવા માટે ઝોનને સબ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે. સાથે 26 લાખ રૂપિયા બ્રીજ ધોવા વાપરવામાં આવ્યા હોવાનું ખૂબ જ શંકાસ્પદ લાગી રહ્યું છે. તેની તપાસ થવી જોઈએ તેવી વધુમાં માંગ આપ નેતા અને વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ કરી હતી.
કલમનો દુરુપયોગ
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મુખ્ય વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મીડિયાને સંબોધતાં કહ્યું કે સુરત મહાનગર પાલિકામાં ભાજપ ના શાસકો દ્વારા આડેધડ ખર્ચો કરવામાં આવી રહ્યો છે અને સૌથી ગંભીર બાબત એ છે કે તે લોકો ખર્ચાની પૂરી માહિતી પણ આપવા માટે તૈયાર નથી. કલમ નંબર 73 ડી હેઠળ ઝોનલ ચીફને પહેલા 15 લાખની ખર્ચ મર્યાદા હતી જે હાલ 2 લાખની છે. આ કલમ હેઠળ તેઓ કામોને મંજૂરી આપવાની સત્તા ધરાવે છે , હકીકતમાં આ કલમ ઈમરજન્સી કામગીરી માટે બનાવવામાં આવી હતી, પરંતુ એ કામની વિગતો, એમા કોણે નિરિક્ષણ કર્યુ એની માહિતી સમિતિના સદસ્યોને આપવામા આવતી નથી , ઉદાહરણ તરીકે, ભાજપના શાસકોએ 22 લાખ રૂપિયા બ્રિ ધોવામાં વાપરી નાખ્યા છે.
ઝોનનેને સબ ઝોનમાં ફેરવી દેવાયા
મહાનગરપાલિકાની વિવિધ બિલ્ડીંગ મેન્ટેન્સ માં ક્યાં કેટલો ખર્ચો કરવામાં આવ્યો તેની માહિતી આ જ પ્રકારે છુપાવવામાં આવી છે. પહેલા એવું હતું કે ઝોનલ ચીફ પાસે 15 લાખ ખર્ચ કરવાનો પાવર હતો. તે કોઈ ને પણ પૂછ્યા વગર એ કલમ 73 ડી હેઠળ 15 લાખ રૂપિયા ખર્ચ કરી શકતા હતા. 15 લાખથી વધારે જો ખર્ચ કરવાનો હોય તો તેમને મંજૂરી લેવી પડતી હતી. તો તેમણે ઝોન ને સબ ઝોન માં ફેરવી નાખ્યા. આ સબ ઝોન બનાવીને એમાં 15 લાખનો ખર્ચ કરવામાં આવતો. હાલમાં આ સત્તા મહાનગરપાલિકા કમિશ્નર પાસે છે , તો એમની સત્તાનો દૂરુપયોગ કરીને સત્તાધીશો અમુક ઝોનમાં દૂરુપયોગ કરીને 15 લાખ રૂપિયાની મર્યાદામાં તેમણે રોડના ફૂટપાથ, બીઆરટીએસની રેલિંગ, ડિવાઈડર ની રેલિંગને રીપેરીંગ અને કલર કામ કર્યું અને વગેરે વગેરે એમ દર્શાવી દે છે . પરંતુ અમારું એ કહેવું છે કે કયા કયા રોડ ની સાફ સફાઈ થઈ, કયા ફૂટપાથ કે ડિવાઈડરની રેલિંગને રીપેરીંગ અને કલર કામ કર્યું, એવી કોઈ પુરાવા સાથે માહિતી આપવામાં આવતી નથી. તો આવા 1 કરોડ 5 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા પણ તેની કોઈ પૂરાવા સાથે ની માહિતી નથી આપવામાં આવી.
ચાર વર્ષ જૂના કામ મંજૂર કરાયા
બીજી ગંભીર બાબત એ છે કે ચાર વર્ષ પહેલા જે કામ કરવામાં આવ્યા હતા તે અત્યારે મંજૂર કરવામાં આવે છે. 2018, 2019 અને 2020ના કામો ને હવે મંજૂર કરવામાં આવે છે. પણ હવે કેમ? અત્યાર સુધી કેમ આ કામો મંજૂર નહોતા મંજૂર કરાયા? આ બાબત જયારે અમે પૂછી તો એક અધિકારી એ જણાવ્યું કે ઓડિટમાં એ કામ અટકી પડ્યા હશે જે હવે મંજૂર થઈ રહ્યા છે. અમારો એ જ સવાલ છે કે એ સમયે જે કામ અટકી પડ્યા હતા, જે કારણોસર અટકી પડયા હતા, તો હવે કઈ રીતે મંજૂર થઇ ગયા? જો એ સમયે કોઈ કાગળીયા ખૂટતા હતા તો એ સમયે કેમ જમા નહોતા કરાયા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.