સભામાંથી વિપક્ષનો વોકઆઉટ:વિપક્ષ‘બોલવા દો ’કહેતું રહ્યુંને શાસકોએ માત્ર 24 મિનિટમાં જ સભા આટોપી લીધી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહુમતિના બળે કામો મંજૂર કરાવી લીધાં, સભામાંથી વિપક્ષનો વોકઆઉટ

સોમવારે સુરત મહાનગર પાલિકાની મળેલી સામાન્ય સભા માત્ર 24 મિનિટમાં જ પૂર્ણ થઇ ગઇ હતી. પ્રશ્નોત્તરીકાળની શરૂઆતમાં જ વિપક્ષના તમામ સભ્યો એક સાથે ઉભા થઇ ગયા હતા અને વિપક્ષને બોલવા દો, બોલવા દોના પ્લેકાર્ડ દર્શાવી સામાન્ય સભામાં વિપક્ષને સાંભળવામાં આવતા નથી અને વિપક્ષી સભ્યોના પ્રશ્નોનો જવાબ આપવામાં આવતા ન હોવાના આરોપો સાથે વિરોધ કર્યો હતો.

મેયરે વિપક્ષને સભા ચલાવી હોય તો બેસી જાવ એવી એક નહિં ત્રણ વાર ટકોર કરી હતી. જો કે, વિપક્ષી સભ્યો ન બેસતા શાસકોએ એક સાથે તમામ કામો બહુમતિના જોરે મંજૂર કરી દેવાયા હતા. આ સાથે જ વિપક્ષી સભ્યોએ સભાગૃહમાંથી વોકઆઉટ કરી ચાલતી પકડી હતી. આમ સામાન્ય સભામાં માત્ર 24 જ મિનિટમાં પૂર્ણ થઇ હતી.

નોંધનીય છે કે, કેબિનેટ રેલ મંત્રી સુરતમાં છે અને એક કાર્યક્રમને લઇ ભાજપના નગરસેવકોએ 5 વાગે કાર્યાલય જવાનું હોવાથી સભા વહેલી પૂર્ણ કરવાની શાસકોનું આયોજન હતું. જો કે, જોગાનું જોગ વિપક્ષે સભાની શરૂઆતમાં જ વિરોધ કરતા શાસકોને સભા આટોપવા તક મળી ગઇ હતી.

જાહેર રોડ પર નોન-વેજની લારી દૂર કરવા શાસક અને વિપક્ષી સભ્યોએ માંગ કરી
ઝીરો અવર્સ દરમ્યાન ભાજપના ઉમરવાડા-માતાવાડી વિસ્તારના નગરસેવક નરેશ ધામેલિયાએ ઉમરવાડા ખાડી મહોલ્લા પાસે લાયસન્સ વિના ચાલતી નોનવેજની માર્કેટો તાકીદે દૂર કરવા માંગ કરી હતી. આ સાથે વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ પણ આ મામલે પોતાનો સૂર પુરાવતા પોતાના વિસ્તાર સાથે શહેરમાં જાહેર રોડ પર ચાલતી નોનવેજની લારીઓ હટાવી લેવા માટે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...