તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તક્ષશિલા કેસમાં બીજી માર્ચે ચાર્જફ્રેમ આરોપીની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાના જુનિયર ઈજનેર અતુલ ગોરસાવાલાએ અરજી કરી હતી

તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપી પાલિકાના જુનિયર ઇજનેર અતુલ ગોરસાવાલાની ડિસ્ચાર્જ અરજી પર આજે હાઇકોર્ટમાં બચાવ પક્ષે દલીલો કરી હતી. જ્યારે કોરોના બાદ ઉઘડતી કોર્ટમાં બીજી માર્ચના રોજ આરોપીઓ સામેના ચાર્જફ્રેમની કાર્યવાહી આગળ થશે. કોરોનાના લીધે આ કાર્યવાહી શક્ય ન હતી. ચાર્જફ્રેમ માટે દરેક આરોપીઓએ કોર્ટ સમક્ષ હાજર રહેવુ પડે છે.

તક્ષશિલા અગ્નિકાંડમાં આરોપી અતુલ ગોરસાવાલાએ સ્થાનિક કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી હતી અને ગુનો બનતો ન હોવાનું જણાવ્યું હતું. જે અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરાતા આરોપીએ હાઇકોર્ટનું શરણું લીધું હતું. જેથી બચાવ પક્ષે મૂળ ફરિયાદીના એડવોકેટ પિયુષ માંગુકિયાએ કોર્ટ સમક્ષ રિવિઝન અરજી કરી બચાવ પક્ષને સાંભળી લેવાની અરજ કરી હતી. જે કોર્ટે મંજૂર કરી હતી. અલબત્ત, આરોપીને વચગાળાની રાહત આપી નીચલી કોર્ટને આરોપી સામે કોઈ કાર્યવાહી ન કરવાના આદેશ આપ્યા હતા. મંગળવારે હાઇકોર્ટમાં બચાવ પક્ષે દલીલો રજૂ કરવામાં આવી હતી અને આરોપી સામે પ્રાયમાફેસી એવિડન્સ હોય ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવા જણાવ્યું હતું.

14 આરોપીઓ સામે ચાર્જફ્રેમ
કોરોના બાદ અંદાજે 11 મહિના બાદ કોર્ટ ફરી શરૂ થવા જઈ રહી છે. 1લી માર્ચથી પ્રત્યક્ષ હિયરિંગ શરૂ થનાર છે અને આ સાથે જ તક્ષશિલા અગ્નિકાંડમાં અટકેલી ચાર્જફ્રેમની પ્રોસિઝર પણ આગળ વધશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો