બંધના એલાનને સમર્થન:સુરતના બેંક કર્મચારીઓ પણ રાષ્ટ્રીકૃત બેંકોના ખાનગીકરણનો વિરોધ કરશે, 28 અને 29 માર્ચના દિવસે હડતાળ પર જવાનો નિર્ણય

સુરત5 મહિનો પહેલા
પ્રતિક રૂપે અમે ફરી એક વખત 28 અને 29 માર્ચના દિવસે હડતાળ - Divya Bhaskar
પ્રતિક રૂપે અમે ફરી એક વખત 28 અને 29 માર્ચના દિવસે હડતાળ
  • દેશભરના બેંક કર્મચારીઓ અને 10 ટ્રેડ યુનિયનના કર્મચારીઓ 2 દિવસની હડતાળ ઉપર જશે

દેશના જાહેર સાહસો ઉદ્યોગો તથા બેંકના ખાનગીકરણના ઉપર રોક સહિતના મુદ્દે દેશભરના બેંક કર્મચારીઓ અને 10 ટ્રેડ યુનિયનના કર્મચારીઓ 2 દિવસની હડતાળ ઉપર ઉતરવાની જાહેરાત કરી છે. સુરતના બેંક કર્મચારીઓ એલ.આઇ.સી કર્મચારીઓ બીએસએનએલ કર્મચારી તથા આંગણવાડી બહેનો હડતાળમાં જોડાવાના છે. સરકાર વારંવાર ખાનગીકરણના માર્ગે આગળ વધી રહી છે. જેના કારણે કર્મચારીઓનું શોષણ થતું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

કર્મચારીઓ ભવિષ્યને લઈને ચિંતિત
બેંક કર્મચારીઓની જે મુખ્ય માગણીઓ છે. તે પૈકી જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે, નવા બનાવાયેલા મંજૂર કાયદાની અમલવારી ના કરવી, ભાવ વધારા ઉપર અંકુશ લાવવા આશા વર્કર અને આંગણવાડીની મહિલાઓને લઘુત્તમ વેતન આપવામાં આવે, એનપીએની રિકવરી કરવી વગેરે મુદ્દાઓને લઈને હડતાલ ઉપર ઉતરવાની નિર્ણય કરવામાં આવ્યો છે. આજે દેશભરમાં સરકારી કર્મચારીઓમાં સરકારના ખાનગીકરણ અમલમાં લાવવાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. કર્મચારીઓ પોતાના ભવિષ્યને લઈને સરકાર નિર્ણય લઇ રહી છે. તેનાથી ચિંતિત છે.

કર્મચારીઓ પોતાના ભવિષ્યને લઈને સરકાર નિર્ણય લઇ રહી છે. તેનાથી ચિંતિત છે
કર્મચારીઓ પોતાના ભવિષ્યને લઈને સરકાર નિર્ણય લઇ રહી છે. તેનાથી ચિંતિત છે

25 હજાર કર્મચારી જોડાશે
ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના જોઇન્ટ સેક્રેટરી જણાવ્યું કે, ગુજરાતની રાષ્ટ્રીયકૃત બેંકોના 25 હજાર કર્મચારીઓ આ હડતાળમાં જોડાવાના છે. સરકારે માત્ર ખાનગીકરણ કરવાની માનસિકતા સાથે નિર્ણયો લીધા છે. જેનો તમે તમામ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. સરકારને અમે ઘણા વર્ષોથી માંગણી કરી રહ્યા છે કે, જૂની પેન્શન યોજના અમલમાં લાવવામાં આવે. બેંક કર્મચારીઓ સાથે અલગ-અલગ ટ્રેડ યુનિયન આંગણવાડીની બહેનો વગેરે પણ આ હડતાલની અંદર જોડાવાના છે. તેમના પણ અનેક મુદ્દાઓ છે. જેને સરકારે સ્વીકારવા જોઈએ. સરકાર અમારી કોઈપણ માંગણી સ્વીકારી રહી નથી. તેના કારણે કર્મચારીઓમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તેના પ્રતિક રૂપે અમે ફરી એક વખત 28 અને 29 માર્ચના દિવસે હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.