બિઝનેસ:મિથેનોલમાંથી બનેલા સેનિટાઈઝરનું ખુલ્લેઆમ વેચાણ : ચામડી અને આંખ માટે જોખમી પૂરવાર

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણી અને સાબુ કે હેન્ડવોશ સરળતાથી મળે ત્યાં સેનિટાઈઝરનો ઉપયોગ ન કરો : ઉત્પાદકો

કોરોનાના કારણે વર્ષમાં કોઈક જ વાર અથવા તો એલાઈટ વર્ગ દ્વારા ઉપયોગમાં આવતું સેનિટાઈઝર દરેક વ્યક્તિના ઘરમાં પહોંચી ગયું છે. રાતો-રાત સેનિટાઈઝરની વધી ગયેલી ડિમાન્ડના કારણે શહેરમાં ઠેર-ઠેર સેનિટાઈઝર બનાવનારાઓની દુકાન શરૂ થઈ ગઈ છે. જેના કારણે ડબલ્યુ.એચ.ઓની ગાઈડલાઈનના પાલન વગર તેમજ યોગ્ય કમ્પોનેન્ટ વગર જ સેનિટાઈઝર બની રહ્યા છે.

સરકારની ઓછી દેખરેખના કારણે હલકી ગુણવત્તાના સેનિટાઈઝરનો વપરાશ વધ્યો છે. આવા હલકી કક્ષાના સેનિટાઈઝરની સાથો-સાથ વારંવાર એક સામાન્ય વ્યક્તિઓ દ્વારા થઇ રહેલા ઉપયોગથી ખરજવું, ચામડી રુક્ષ થવી જેવા રોગ મહિલાઓમાં વધારી રહ્યું છે. આ સાથે શહેરના વિવિધ જાહેર ક્ષેત્રો અને ખાનગી કંપનીઓમાં ગોઠવવામાં આવેલા ડિસઈન્ફેટર(સેનિટાઈઝેશન) પેનલ પણ જોખમી બની છે.

હાથ રુક્ષ થવા, ખરજવું જેવા કેસ સામે આવી રહ્યા છે

ખંજવાળ આવવી, ખરજવું થવું, ચામડી કપાઈ જવી કે સફેદ પડવી વગેરે. સેનિટાઇઝરના વધુ ઉપયોગથી સ્કિનના લિક્વિડ લેયરને ડેમેજ થઈ શકે છે. લિક્વિડ લેયર શરીરના વિવિધ તંતુઓને સુરક્ષા આપે છે.  પ્રમાણમાં ઉપયોગથી સ્કિનનું લિક્વિડ લેયર નુકસાન પામે છે. જેના કારણે જે મહિલાઓએ કાયમ ઘરના કામ નથી કર્યા અને હવે ઘરકામ કરી રહ્યા છે. આ સમસ્યાથી બચવા સેનિટાઇઝરના ઉપયોગના 10 મિનિટ બાદ મૉસ્ચુરાઈઝર અથવા પેટ્રોલિયમ જેલ ઉપયોગ કરી લેવામાં આવે તો સ્કિનનું પીએચ લેવલ જળવાય રહેશે.

IPAના 70 ટકા ઉપયોગવાળું સેનિટાઈઝર સર્વોત્તમ

ઘણાં લોકો જમતા પૂર્વે પણ સેનિટાઈઝરથી હાથ સાફ કરે છે. સેનિટાઈઝર જો WHOની ગાઈડલાઈન પ્રમાણે આઈપીએ(આઈસો પ્રોપોનલ આલ્કોહોલ)ના 70 ટકા ઉપયોગથી બન્યું હોઈ તો તે નુકશાન કરતું નથી. પરંતુ જો અન્ય આલ્કોહોલ જેવા કે મિથેનોલના ઉપયોગથી બન્યું હોઈ તો તે થાઈરોઈડ કેન્સર જેવી ગંભીર બિમારીને પણ નોતરી શકે છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના લાઈસન્સ આ સેનિટાઈઝર બનાવવા માટે અનિવાર્ય હોઈ છે. જે પ્રક્રિયામાં જ એક વર્ષનો લાંબો સમય લાગી જાય છે.   વત્સલ નાયક, પ્રેસિડન્ટ, સુરત ડિસ્ટ્રિક્ટ કેમિકલ એસો.

શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે, આંખને નુકસાન પણ થાય

ડિસઈન્ફેકશન પેનલમાં સોડિયમ ડાઈપો ક્લોરાઈડનો ડિસઈન્ફેક્ટર તરીકે ઉપયોગ થાય છે. જેની યોગ્ય માત્રા પાણીમાં પણ 0.5 ટકા સુધીની હોવી આવશ્યક છે. કારણ કે, યોગ્ય માત્રા કરતાં વધુ ઉપયોગી થતાં આ કેમિકલમાં ક્લોરીનનું પ્રમાણ વધુ હોઈ છે.  શરીરના અંદર ક્લોરીન ઈન્જેક્ટ થઈ જાય તો તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આંખના સંપર્કમાં આવે તો પણ મોટું નુકશાન કરી શકે છે. વધુમાં, ઓઝોન પેનલ પણ આ કેમિકલ યુક્ત પેનલ માટે શ્રેષ્ઠ વિકલ્પ કહેવાય છે પરંતુ તે પણ શરીર માટે યોગ્ય નથી. આ ડિસઈન્ફેક્સન પેનલને મુંબઈ અને ચૈન્નઈ ગવર્મેન્ટ દ્વારા પ્રતિબંધ પણ મુકી દેવાયો છે. - પરમ નાયક, કેમિકલ ઉદ્યોગકાર

અન્ય સમાચારો પણ છે...