લોકડાઉન 4:સુરત એરપોર્ટથી આજે બે જ ફ્લાઇટ ટેકઓફ થશે, 102 પેસેન્જર સુરતથી દિલ્હી ગયા છે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પાઇસ જેટ એરલાઇન્સની ગુરુવારે મુંબઇ, દિલ્હી અને જયપુરની ફલાઇટ રદ કરી છે. જેને પગલે સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટ એરલાઇન્સની હૈદરાબાદ અને ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હીની એમ બે જ ફલાઇટ ટેકઓફ થશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પાઇસ જેટ એરલાઇન્સને ચાર અને ઇન્ડિગો એરલાઇન્સે એક જ ફલાઇટ સુરત એરપોર્ટથી ઓપરેટ કરવા મંજૂરી આપી છે. તેવામાં જ બુધવારે સુરત એરપોર્ટથી ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હીની ફલાઇટ ટેકઓફ થઈ હતી. આ ફલાઇટથી 78 પેસેન્જર દિલ્હીથી સુરત આવ્યા હતા અને 102 પેસેન્જર સુરતથી દિલ્હી ગયા છે. ગુરૂવારે સ્પાઇસ જેટ એરલાઇન્સની હૈદરાબાદ સુરત અને ઇન્ડિગો એરલાઇન્સની દિલ્હી સુરતની ફલાઇટ ઓપરેટ થનારી છે. ઓએનજીસીમાં ઇજનેર યોગેશ સિંગે પીપીઇ કીટ પહેરી દિલ્હીથી સુરત આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...