તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સુરતમાં IPL મેચો લાવવાના એજન્ડા રાખતી પાર્ટીના જ છ સભ્યો પરિવર્તન પેનલમાં ગયા

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7મીએ સુરત ડિસ્ટ્રિક્ટ કિક્રેટ એસો.ની ચૂંટણી, પરિવર્તન- સ્ટેડિયમ પેનલ ટકરાશે
 • પ્રલોભનને લીધે ગયા છે, જગ્યા છોડશે તો બીજાને તક મળશે: સ્ટેડિયમ પેનલ

લાલભાઇ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ તેમજ IPL અને ઇન્ટરનેશનલ મેચો સુરતમાં યોજાય તે માટે હાલ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. જો કે 7મી ફેબ્રુઆરીથી આ એસોસિએશનની સત્તા કોણ સંભાળશે તે નક્કી કરવા ચૂંટણીનું આયોજન કરાશે, જેમાં સ્ટેડિયમ પેનલ અને પરિવર્તન પેનલ આમને સામને ટકરાશે. હાલ સ્ટેડિયમ પેનલના જ છ સભ્યો પરિવર્તન પેનલમાં જોડાઇ ગયા છે.તેમણે આક્ષેપ કર્યો હતો કે સ્ટેડિયમ પેનલ શહેરના સારા ખેલાડીઓની અવગણી રહી છે.’ આ મુદ્દે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, પરિવર્તન પેનલમાં જનાર 6 સભ્યોએ પ્રલોભનને કારણે પાર્ટી ચેન્જ કરી છે.’

સ્ટેડિયમ પેનલ ચૂંટણી વગર જ 4 સીટોથી બહુમતી મેળવે છે
પરિવર્તન પેનલે આક્ષેપ કર્યો હતો કે, જમીન દાતા તરીકે 3 સીટ મળી કુલ 4 સીટ પર ચૂંટણી વગર જ નિમણુંક થવાથી સ્ટેડિયમ પેનલ બહુમતી મેળવે છે. જેના જવાબમાં સ્ટેડિયમ પેનલે જણાવ્યું હતું કે, જમીન દાતા તરીકે એ પહેલાથી જ નક્કી થયું છે કે, દાતા પરિવારને ત્રણ સીટો આપવામાં આવશે. તેમ છતાં પણ આ વર્ષે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને કનૈયાલાલ કોન્ટ્રાક્ટર આ વર્ષે ચૂંટણી લડી રહ્યા છે. મીડિયા પેનલને લઈને પરિવર્તન પેનલ તરફથી આરોપ મુકવામાં આવ્યો છે કે, પ્લાનિંગમાં ફેરબદલને લીધે જે કામ 2.5 કરોડમાં થવાનું હતું એના માટે હાલ 15-17 કરોડ રૂપિયા સ્ટેડિમય પેનલ ખર્ચી રહી છે. જેના પર સ્ટેડિયમ પેનલે જણાવ્યું હતું કે, આપણે પ્લાનિંગ કર્યું ત્યારથી ગાઇડલાઇનો ચેંજ થઈ છે જેના લીધે પ્લાનિંગમાં ફેરબદલ કરાયો છે.

30% જમીન બચાવી 400 કરોડના ફાયદા
સ્ટેડિયમ પેનલના હેમંતભાઈ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, એસડીસીએ ખાતે ઇન્ડોર ગેમ્સની સુવિધા ઉભી કરવામાં આવી છે. એ સાથે જ ભવિષ્યમાં મેંબરોના બાળકોને રાહત દરે મેમ્બરશિપ આપવામાં આ‌વશે. ક્લબનો સમય વધારવાની સાથે 1 હજાર જેટલા નવા સભ્યોને પણ ભવિષ્યમાં જોડવામાં આવશે. અમારી 30 ટકા જમીન ટીપી સ્કીમમાં જવાની હતી. અમારા પ્રયત્નોને લીધે હવે માત્ર 1200-1300 સ્કવેર ફૂટ જગ્યા જ એમાં જશે. જેના લીધે અમને 400 કરોડનો ફાયદો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો