આવકમાં ફટકો:બે માસમાં વેરાની 175 કરોડ જ આવક: 50 કરોડનો ફટકો, પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા રિબેટ અપાયું હતું

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • એપ્રિલ-મેમાં 230 કરોડની આવકનો અંદાજ હતો

સુરત મહાનગર પાલિકાને મિલકતવેરાની આવક પર ફટકો પડ્યો છે. પાલિકા મિલકતવેરામાં પ્રોપટી ટેક્સના હેડમાં 10 ટકા રિબેટ આપી રહી હોવા છતાં એપ્રિલ-મે માસમાં રૂપિયા 175 કરોડની જ વસુલાત થઇ છે. બે મહિનામાં મિલક્તવેરા પેટે રૂા. 220થી 230 કરોડની આવકનો અંદાજ મૂકાયો છે. જેમાં અંદાજે 50 કરોડનો ફટકો સુરત મહાનગર પાલિકાને આવકમાં પડ્યો છે. આમેય સુરત મહાનગર પાલિકા પાસે મિલકત વેરા સિવાય આવકનો કોઇ મોટો સ્ત્રોત નથી ત્યારે મિલકતવેરાની આવકમાં ફટકો પડતાં આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે.

નાણાકીય વર્ષ 2020-21માં મિલકત વેરામાં 250 કરોડની માર કોરોનાને લઇ પડી હતી. જ્યારે પ્રોફેશનલ ટેક્સ અને વ્હીકલ ટેક્સ મળી વધુ 50 કરોડની આવક ઓછી આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકા વિકાસ કામો માટે રાજ્ય સરકારની ગ્રાન્ટ ઉપર જ નિર્ભર છે. નવા પ્રોજેકટો કરવા સાથે આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા માટે તાજેતરમાં સુરત મહાનગર પાલિકાએ 5 કિંમતી પ્લોટ ઇ-ઓક્શનથી 99 વર્ષના ભાડ્ડા પટ્ટે વેચવા કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...