તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કથળેલી હાલત:ગ્રાન્ટેડ કોલેજમાં 273 વહીવટી કર્મી જગ્યા સામે માત્ર 75 ભરેલી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એડહોક કર્મચારીથી કામ ચલવવાની નોબત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોમાં વહીવટી કર્મચારીઓની ઘટને પગલે એહડોક કર્મચારીથી કામ ચલવાય રહ્યું છે. માત્ર એડહોક કર્મચારીથી જ કામ ચલવાય રહ્યું છે. એક તરફ સરકારી કર્મચારીએ ક્રમશ નિવૃત થઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકાર એક કર્મચારીઓને ભરી રહી નથી.

ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યપાલ અધિક્ષકની 17 જગ્યા સામે 3 જગ્યા ભરાઇ છે એટલે કે 14 જગ્યા ખાલી પડી છે. એવી જ રીતે હેડ ક્લાર્કની 29 જગ્યા સામે 5, એકાઉન્ટન્ટની 25 જગ્યા સામે 5, સિનિયર ક્લાર્કની 72 જગ્યા સામે 31, જિનિયર ક્લાર્કની 88 જગ્યા સામે 21, લેબ આસિસ્ટન્ટની 41 જગ્યા સામે 10 જગ્યા ભરાઇ છે. આમ, કુલ 273 જગ્યા સામે 75 જગ્યા જ ભરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...