તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરથાળ યોજના:બે વર્ષમાં માત્ર 58 ગરીબોને જ લાભ મળ્યો, બારડોલી, માંડવી, ઓલપાડ તાલુકામાં જ કામ થયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારની ઘરથાળ યોજનાએ અમલી કરવામાં સુરત જિલ્લા પંચાયતની ઉદાસિનતાના કારણે છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લાના 3 તાલુકામાં માત્ર 58 શ્રમિકોને જ પ્લોટની ફાળવણી થઇ છે. ઘર વિહોણા ખેત મજૂરો અને ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને રાજ્ય સરકારની રહેણાંક માટે પ્લોટ આપવા માટેને રાજ્ય સરકારની ઘરથાળ યોજના અંતર્ગત સુરત જિલ્લામાં બે વર્ષમાં માત્ર 85 મજૂરોને જ પ્લોટ ફાળવાયા છે.રાજ્ય સરકાર જમીન વિહોણા ખેતમજૂરો અને ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને રહેવાનું મળી રહે તે માટે વર્ષ 1972થી રાજ્ય સરકારે ઘરથાળ યોજના અમલી બનાવી છે. જેમાં ગ્રામ્યના શ્રમિકોને ઘર મળી રહે તે માટે પ્લોટની ફાળવણી કરે છે.

જે માટે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સર્વે કરીને યાદી તૈયાર કરીને લેન્ડ કમિટીને સોંપવાની હોય છે. જેના આધારે પ્લોટની ફાળવણી થાય છે. પંચાયત દ્વારા ઉદાસિનતા દાખવવામાં આવતી હોવાથી સર્વેની કામગીરી થઇ શકી નથી. જિલ્લાના નવ તાલુકામાંથી માત્ર બારડોલી, માંડવી અને ઓલપાડ તાલુકામાં જ લાભાર્થીને લાભ અપાયો છે. વર્ષ 2019-20માં બારડોલીમાં 18 લાભાર્થી, માંડવીમાં 3 લાભાર્થી અને ઓલપાડમાં માત્ર 2 લાભાર્થી મળીને કુલ 23 લાભાર્થીઓને લાભ મળ્યો છે. જ્યારે વર્ષ 2020-21માં ઓલપાડમાં 15 અને બારડોલીમાં 20 મળીને કુલ 35 લાભાર્થીઓને લાભ મળ્યો છે.

લાંબા સમયથી લેન્ડ કમિટીની બેઠક નથી મળી
ગરીબ હળપતિ અને રાઠોડ સમાજના લોકો માટેની આ યોજના છે. જેમને છત મળી રહે તેવા આશયથી યોજના અમલી બનાવવામાં આવી છે. જોકે, જિલ્લામાં ઘણા સમયથી લેન્ડ કમિટીની બેઠક જ નથી મળી જેથી લોકો લાભથી વંચિત રહી જાય છે. - દર્શન નાયક, જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય

અન્ય સમાચારો પણ છે...