તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:સિવિલમાં કોરોનાના 5 જ દર્દીઓ દાખલ, હવે 2 જ વોર્ડમાં સારવાર

સુરત10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોલ્ડ હોસ્પિટલના માત્ર બે જ વોર્ડ કાર્યરત રાખવાનો નિર્ણય

સિવિલ ખાતે આવેલી 800 બેડની કોવિડ હોસ્પિટલમાં માત્ર પાંચ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સિવિલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા માત્ર બે વોર્ડ કાર્યરત રાખવાનો નિર્ણય લેવાયો છે. બુધવારના રોજ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ તેમજ વિવિધ વડાઓ દ્વારા બેઠક થઇ હતી. જેમાં કોવિડ હોસ્પિટલ બંધ કરવા બાબતે ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી. ચર્ચા-વિચારણા બાદ કોવિડ હોસ્પિટલમાં હવે માત્ર ગ્રાઉન્ડ ફ્લોર અને પાંચમા માળે કોરોનાના દર્દીઓને સારવાર માટે વોર્ડ કાર્યરત રાખવાનું નક્કી કરાયું છે.

કોરોનાના વધુ 47 કેસ પોઝિટિવ, 32 સાજા
શહેરમાં 43 અને જિલ્લામાં 4 કેસ સાથે બુધવારે વધુ 47 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 53121 થઈ ગઈ છે. તેની સામે શહેરમાંથી 29 અને જિલ્લામાંથી 3 મળી 32 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં 51641 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઇ ચુક્યા છે. કોરોના પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થતા એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. બુધવારે શહેર-જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 343 નોંધાઇ છે.

કોવિડ હોસ્પિ.માં બે જ માળમાં વોર્ડ કાર્યરત
કોરોના દર્દીઓની સંખ્યા ઘટાડો થતા કોવિડ હોસ્પિટલના વોર્ડ અને સ્ટાફ બાબતે મીટીંગ થઇ હતી. જેમાં કોવિડ હોસ્પિટલના સાતમાં માળ અને બેઝમેન્ટનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. હવે કોવિડ હોસ્પિટલમાં માત્ર ગ્રાઉન્ડ ફ્લોર અને પાંચમા માળે કોરોનાના દર્દીઓને સારવાર માટે વોર્ડ કાર્યરત રહેશે. > ડો. શૈલેષ પટેલ, સુપ્રિન્ટેનડેન્ટ, સિવિલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો