તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને લીધે પાલિકાની વિકાસ ગાડી દિવાળી પહેલાં બે મહિના પાટા પર ચાલી પરંતુ દિવાળી બાદ ફરી કોરોના કેસ વધતાં કમિશનરે કોવિડની મિટીંગો, નિરિક્ષણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે ફરી વિકાસ ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. તાજેતરમાં ટીએસસીની બેઠક શરૂ થઈ છે ત્યારે થોડા વિકાસ કામો ચાલશે પરંતુ નજીકના મહિને ચૂંટણી આચાર સંહિતા લાગુ થાય તેમ હોય ફરી બ્રેક લાગી જાય તેમ છે.
સપ્ટેમ્બર, ઓક્ટોબર નવેમ્બરના પ્રથમ વિક સુધી દિવાળી પહેલાં 360 કરોડના વિકાસ કામો કરાયા છે. 50 થી વધુ વિકાસ પરવાનગીની ફાઈલ મંજુર કરાઈ છે ત્યારે પાલિકાની તિજોરીમાં આવક પણ થઈ હતી. પરંતુ દિવાળી પછી કોરોનાનુ સંક્રમણ વધતાં પાલિકા કમિશનરે ધ્યાન કોવિડ કામગીરી પર જ કેન્દ્રિત કર્યું છે તેથી પાલિકાની બાકીની કામગીરી પર બ્રેક લાગી ગઇ છે. આગામી સમયમાં ઈલેકશન આવી રહ્યું છે ત્યારે શાસકોનું પણ ટેન્શન વધી ગયું છે શહેરનો વિકાસ ફરી વખત રૂંધાઈ રહ્યો છે.
કોરોનાની જ માત્ર મિટિંગો કામગીરી ચાલતી હોય ઘણાં વિભાગોમાં વિકાસ કામોની ફાઈલોના ઢગલાં થઈ ગયા છે. પાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં કરવા જઈ રહ્યાં છે ત્યારે ફરી આચાર સંહિતા લાગુ પડતી હોય વિકાસ કામો વધુ સમય માટે ચાલુ વર્ષમાં અટકી જશે. તેમજ બજેટ પણ જાન્યુઆરીમાં જાહેર કરવાનું હોય પાલિકા તંત્ર બજેટમાં જોતરાયું છે તેથી બજેટની મિટિંગ પણ ચાલી રહી છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.