તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ફેમિલી બિઝનેસમાં ઝંપલાવનાર બીજી પેઢીમાંથી ફક્ત 30 ટકા જ લોકો સફળતા પ્રાપ્ત કરી શકે છે. બીજી પેઢી ઘણી વખત પોતાના નિર્ણયો વ્યક્તિગત રીતે લઈ શકતી નથી. સૌથી મોટો પડકાર તેઓને આગલી પેઢીના તેમના જ બિઝનેસમાં વધુ સફળ માતા કે પિતાની સાથેની સતત સરખામણીનો સામનો કરવાનો હોય છે. આ ઉપરાંત પોતાના જ બિઝનેસના અન્ય વ્યાવસાયિકોની ઈર્ષ્યાનો પણ ભોગ બનવું પડતું હોય છે. ફેમિલી બિઝનેસમાં સફળ થવા માટે બીજી પેઢીને ઘણા ફાયદા પણ થાય છે. જેવા કે તેમની પાસે બહુ જ સબળ ઔદ્યોગિક વારસો, લોકોનો વિશ્વાસ અને આગલી પેઢીનો આર્થિક અને માનસિક આધાર તેમજ બિઝનેસ અંગેની સચોટ જાણકારી અને સૌથી મહત્વની બાબત કે વિશાળ અનુભવ હોય છે.
તેમ છતાં બીજી પેઢીને પોતાની જાતને સાબિત કરવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડતો હોય છે. ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ‘આશાએ ઓફ 2021’વિષય ઉપર ઇન્ટરેકટીવ સેશન યોજાયું હતું. જેમાં ડો.તૃપ્તી પટેલે આ વાત કરી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.