તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ગોડાદરામાં 3 મિત્રોએ જ તલવાર મારી યુવકની હત્યાની કોશિશ કરી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • લીડર બનવાના અભરખામાં કરણ મિત્રોને હેરાન કરતો હતો

ગોડાદરામાં ત્રણ લોકોએ યુવક પર તલવારથી હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી. નવાગામ શ્રીનાથનગર સોસાયટીમાં રહેતા 23 વર્ષીય કરણ આબા સૈંદાણ જમીન લે-વેચનું કામ કરે છે. રવિવારે સાંજે કરણ ઘરેથી મિત્રોને મળવા ગોડાદરા વિનાયક હાઇટ્સ પાસે ગયો હતો.ત્યાં આરોપીઓ યશ ઉર્ફ સોનુ ,અનિલ ઉર્ફ ભુરિયા અને પુરષોત્તમ ઉર્ફ છોટુ(હરીઓમ નગર,ગોડાદરા)આવી કરણ સાથે ઝઘડો કરીને તેને તલવારના પાંચેક ધા મારી દીધા હતા.

કરણે પોલીસને જણાવ્યું હતું કે ગઈ કાલે સોનુ સાથે ઝઘડો થયો હતો. આરોપીઓ તેની વાત કરવા આવ્યા હતા અને તેમણે તલવારથી હુમલો કર્યો. તપાસ કરનાર પીઆઇ એ.ડી.ગામીતે જણાવ્યું હતું કે આરોપીઓ કરણના મિત્રો છે. કરણને લીડર બનવાનો અભરખો હતો.તે તેના મિત્રોને જે કામ સોંપતો તે કામ તેમને કરવું જ પડતું હતું. જો તેઓ કામ ન કરે તો કરણ ઝઘડો કરતો હતો. તેનાથી સોનુ ત્રાસી ગયો હતો. તેથી સોનુ અને બીજાઓએ કરણને માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો