તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનનો મર્યાદિત જથ્થો:રસીના ઓછા ડોઝ આવતા માત્ર 23527 લોકોને વેક્સિન અપાઇ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે પણ વેક્સિનનો મર્યાદિત જથ્થો, ગણ્યાગાઠ્યા લોકોને અપાશે
  • અઠવા ઝોનમાં 3497, રાંદેરમાં 3653, સેન્ટ્રલમાં 2472ને રસી મુકાઈ

શુક્રવારના રોજ સુરત શહેરમાં 100 વેક્સિનેશન સેન્ટર પર 23527 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જે ગત રોજ કરતાં 21594 લોકોને વેક્સિનના ડોઝ ઓછા આપવામાં આવ્યા હતાં. વેક્સિનના ડોઝ ઓછા આવવાને કારણે ઓછા લોકોનું વેક્સિનેશન થઈ શક્યું હતું. 21 જૂનથી વેક્સિન મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

પરંતુ વેક્સિનના ડોઝ ઓછા આવવાથી વધારે લોકોને વેક્સિન આપી શકાતી નથી. શહેરમાં 23527 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી જેમાં 12913 લોકોને પ્રથમ ડોઝ અને 10614 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં 2472, વરાછા-એ ઝોનમાં 3028, વરાછા બી ઝોનમાં 2646, રાંદેર ઝોનમાં 3653, કતારગામ ઝોનમાં 1984, ઉધના ઝોનમાં 3014, લિંબાયત ઝોનમાં 3233 અને અઠવા ઝોનમાં 3497 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજે પણ વેક્સિનનો મર્યાદિત જથ્થો હોવાથી ગણ્યાગાઠ્યા લોકોને જ રસીનો લાભ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...