તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની ગાઈડલાઈન:ગણેશ વિસર્જનના વાહનમાં 15 વ્યક્તિઓ જ જઈ શકશે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્માષ્ટમીમાં મટકીનું આયોજન કરી શકાશે નહીં

કોરોના કાળમાં આગામી દિવસોમાં જન્માષ્ટમી અને ગણેશોત્સવમાં ભીડ ભેગી થવાની આશંકાએ પોલીસ દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે.જેમાં જન્માષ્ટમીમાં મટકી ફોડના કાર્યકમોનું આયોજન કરી શકશે નહીં. તે જ રીતે ગણેશ સ્થાપના- વિસર્જનમાં મહત્તમ 15 વ્યકિતઓ એક જ વાહનમાં જઈ શકશે.

આ તહેવારોમાં કોરોનાનું સંક્રમણ ન થાય માટે પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જન્માષ્ટમીની રાત્રિના 12 વાગ્યા સુધી ઉજવણી કરી શકાશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્ક ફરજિયાત રહેશે.મંદિર પરિસરમાં એક સમયે એક સાથે 200 લોકો દર્શન કરી શકશે. મટકી ફોડના કાર્યકમો કરી શકશે નહીંં.

સરકારની ગાઈડલાઈન
- સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ 4 ફુટ અને જયારે ઘરમાં મહત્તમ 2 ફુટની મૂર્તિનું સ્થાપન કરી શકશે - સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ અથવા મંડપ શક્ય એટલો નાનો રાખવાનો રહેશે.- પૂજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકશે. અન્ય ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યકમ કરી શકશે નહિ - ગણેશ સ્થાપના અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યકિતઓ એક જ વાહન મારફતે જઈ શકશે- ઘરમાં સ્થાપના કરેલી મૂર્તિનું વિસર્જન ઘરે કરવા હિતાવહ છે - સ્થાનિક સત્તા મંડળ દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમા મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે - ગણેશ મહોત્સવ દરમિયાન તારીખ 9 થી 19મી સુધી કરફ્યુ રાત્રી 12 વાગ્યાથી લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...