નિર્ણય:4 લાખને બદલે દોઢ લાખ જ એન્ટિજન ટેસ્ટ કિટ ખરીદાશે

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો

પાલિકાની સ્થાયીની બેઠકમાં 4 લાખ રેપિડ એન્ટિજન કિટ ખરીદવાની દરખાસ્તમાં દોઢ લાખ કિટ ખરીદવાનો નિર્ણય લેવાયો છે. જો ભાવ ઘટે તો લાભ મળી શકે તે માટે સામટા 4 લાખ કિટ ખરીદવા કરતાં ઓછા ખરીદશે તેમ સ્થાયી ચેરમેન પરેશ પટેલે જણાવ્યું છે. અને કિટ દિઠ 77.84 યુનિટ રેટ નક્કી કરાયો છે. હજીરા-બુડિયાના 7 ગામો 2 નગર પાલિકાનું 29.43 લાખનું બિલ પાલિકાએ ભરવાનો નિર્ણય લેવાયો છે.

અગાઉ મેરીલ ડાયગ્નોસ્ટિક પાસેથી 1 લાખ કિટની 77.84 લાખના ખર્ચે ખરીદી કરાઇ હતી. ફરી 3.11 કરોડના ખર્ચે 4 લાખ કિટ ખરીદવાની મંજુરી સ્થાયી પાસે મંગાઈ હતી. પરંતુ માત્ર દોઢ લાખ કિટનો જ નિર્ણય લેવાયો છે. મજુરા ફાયર સ્ટેશનના બિલ્ડિંગ-એ તથા બિલ્ડીંગ-બી ને ઉતારી પાડવા ડી.એ.કોરડીયાને ઇજારો અપાયો હતો પરંતુ કામગીરી નહી કરાતા તેને કાળી યાદીમાં મુકવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...