તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સીએસ ફાઉન્ડેશનની પરીક્ષામાં એક રૂમમાં માત્ર 12 વિદ્યાર્થીઓ બેસાડાશે

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધી ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા(આઈસીએસઆઈ) દ્વારા 21 ડિસેમ્બરથી સીએસ ફાઉન્ડેશનની પરીક્ષા યોજાશે. કોવિડ-10ને ધ્યાનમાં રાખીને આઈસીએસઆઈ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ખાસ સુચનાઓ જાહેર કરાઈ છે. જેમાં જણાવાયું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ પરીક્ષા સેન્ટરના એક રૂમમાં 25ને બદલે માત્ર 12 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. જેથી તમામ વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

થર્મલ સ્ક્રીનિંગ અને સેનિટાઈઝેશન બાદ જ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. ગત વર્ષે 172 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી. જોકે આ વખતે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારીને 262 કરી દેવામાં આવી છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ સબમિટ કરાવવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીએ ટ્રાવેલ હિસ્ટ્રી, હેલ્થ ઈન્ફોર્મેશન આપવાની રહેશે. પરીક્ષા શરૂ કર્યાના એક કલાક પહેલા વિદ્યાર્થીઓએ કેન્દ્ર પર હાજર રહેવાનું રહેશે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓ આઈસીએસઆઈની વેબસાઈટ પર વિઝિટ કરી મેળવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો