પાલિકાનો માસ્ક રાસગ:માસ્ક પહેરીને ગરબા રમવાના પાલિકાના ફતવાથી વિવાદ અઠવામાં નોટિસો અપાતાં 12 સોસાયટીએ જ મંજૂરી લીધી

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાએ સોસાયટી પ્રમુખને આપેલી નોટિસ - Divya Bhaskar
પાલિકાએ સોસાયટી પ્રમુખને આપેલી નોટિસ
  • એક તરફ મંજૂરી અપાઈ ને બીજીતરફ કોરોનાના કેસ આવે તો જવાબદારી સોસાયટી પ્રમુખના શિરે થોપી દેવાઈ
  • સૌથી​​​​​​​ વધુ અડાજણમાં 45 સોસાયટીને મંજૂરી મળી, હજુ સોસાયટીઓની સંખ્યા વધી શકે છે

રાજય સરકારે પણ નવરાત્રિ દરમિયાન સોસાયટીઓ માટે કોઈ જાહેરનામું બહાર પાડયુ નથી જેથી અમદાવાદ કોર્પોરેશને પણ સોસાયટીઓ માટે કોઈ પણ ગાઈડલાઈન્સ જારી કરી નથી પણ સુરત મહાનગરપાલિકાએ અઠવા, અડાજણ સહિતના વિસ્તારોમાં સોસાયટી પ્રમુખોને નોટિસ પાઠવી છે.

આ નોટિસમાં નવરાત્રિ નહીં કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને જો કરવામાં આવે તો ખેલૈયાઓએ ફરજિયાત માસ્ક પહેરવા કહેવામાં આવ્યું છે. પાલિકાના આ ફતવાને પગલે ભારે વિવાદ સર્જાયો છે. પાલિકા કાર્યવાહી કરશે તેવા ડરે અઠવામાં માત્ર 12 સોસાયટીઓએ ગરબા માટે પોલીસ મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, પાલિકાએ આપેલી નોટિસનું પાલન નહીં કરનારી સોસાયટીઓ સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સરપ્રાઈઝ ચેકીંગ માટે ટીમો પણ બનાવવામાં આવી છે. એક સોસાયટીના પ્રમુખે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, પાલિકાની નોટિસને પગલે અમે ગરબા કેવી રીતે કરવા તે અંગે દ્રિઘામાં છે. માસ્ક પહેરીને ગરબા રમવું શકય નથી. નોટિસમાં પ્રમુખોને જ જવાબદાર ઠેરવી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં જો, કોઈ સોસાયટીમાં કોરોનાનો કેસ આવે તો તેની જવાબદારી પણ પ્રમુખોના શિરે મૂકવામાં આવી છે. આ ફતવાથી ગરબાના આયોજન પણ બગડયા છે.

વરાછાની 25 સહિત શહેરની 1277 સોસાયટીઓએ રાસ-ગરબાના આયોજન માટે પોલીસની મંજૂરી લીધી
સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ વર્ષે ક્લબ, પાર્ટી, ફાર્મ હાઉસમાં ગરબા થઈ શકવાના ન હોવાથી શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં સ્થાનિક સ્તરે જ રાસ-ગરબાનું આયોજન કરાયું છે. શહેરની 1277 જેટલી સોસાયટીઓએ ગરબા યોજવા પોલીસની મંજૂરી લીધી છે, જ્યારે ઘણી બધી સોસાયટીઓની મંજૂરી પ્રક્રિયા હજુ પણ ચાલુ હોવાથી આ આંકડો 1500ને પાર થવાનો અંદાજ છે. જો કે સોસાયટીમાં રાતે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપી છે તેમજ સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને વૃધ્ધોને અડચણ પડે તે રીતે લાઉડ સ્પીકર નહીં વગાડવાની શરત છે.

આ વર્ષે રાજ્ય સરકારે માત્ર સોસાયટી, શેરી અને ફલેટોમાં જ રાસ-ગરબા યોજવાની મંજૂરી માત્ર 400 માણસોની અને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે આપી છે. જ્યારે સોસાયટીમાં લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસ સ્ટેશનની મંજૂરી લેવી ફરજીયાત છે. જો કે શહેરમાં મોટા ભાગની સોસાયટીઓમાં રાસ-ગરબા થવાના હોવાથી આયોજકોએ પોલીસની મંજૂરી લીધી છે. જેમાં સૌથી વધારે મંજૂરી અડાજણની 45 સોસાયટીએ અને સૌથી ઓછી પોશ વિસ્તાર ગણાતા અઠવામાંથી મેળવવામાં આવી છે.

ક્યાં, કેટલી મંજૂરી મળી?

એરિયાસોસા.
ડુમસ17
ઉમરા35
ખટોદરા30
અડાજણ45
રાંદેર22
ઈચ્છાપોર15
અમરોલી25
અઠવા12
પાંડેસરા26
હજીરા5

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...