રાફડો ફાટ્યો:2 માસમાં સાયબર ક્રાઈમની માત્ર 12 ફરિયાદ જ્યારે 24 કલાકમાં જ 40 ફરિયાદ દાખલ થઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધતા પોલીસ અચાનક સક્રિય થઈ ગઈ
  • નાનાપુરાના વિદ્યાર્થીએ એક ક્લબના મેમ્બર બનવાના ચક્કરમાં 1.23 લાખ રૂપિયા ગુમાવ્યા

સોશિયલ મીડિયા પર અન્યના નામે બોગસ એકાઉન્ટ બનાવીને તેમના નામે ફોટો અને બીભત્સ કોમેન્ટ કરી બદનામ કરનારાઓ તથા રૂપિયાને લગતા ફ્રોડ કરનારા વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ થતા જ છેલ્લા 48 કલાકમાં ફરિયાદનો રાફડો ફાટયો હોય એમ 50થી વધુ ગુના દાખલ થયા છે. છેલ્લા 24 કલાકમાં 40 ફરિયાદો નોંધાઈ છે. જ્યારે છેલ્લા બે મહિનામાં માત્ર 12 ફરિયાદો નોંધાઈ હતી.

સીઆઈડીમાં ફરજ બજાવતા કર્મચારીના ખાતામાંથી ગઠીયાએ 1 લાખ ઉપાડી લીધા
નાનપુરા: તીર્થ ધર્મેશ ટંડેલને અજાણ્યાએ ફોન કરીને વાટ્સ નામના ક્લબની મેમ્બરશીપની લાલચ આપી 1.23 લાખ રૂપિયા ઓન લાઈન પડાવી લીધા હતા.

લિંબાયત : સીઆઈડીમાં ફરજ બજાવતા રામનગીના રામપાલ યાદવના ખાતામાંથી અજાણ્યાએ 1 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા.

વરાછા : વેપારી પાસેથી અજાણ્યાએ ક્રેડિટ કાર્ડની માહિતી મેળવી 97 હજાર ઉપાડયા હતા.

ગોડાદરા : ક્રિષ્ણાકુમાર કૃપા શંકર પાંડે સોશિયલ મીડિયા પરથી કાર ખરીદવા જતા અજાણ્યાએ 45 હજાર ઓનલાઈન મેળવી છેતરપિંડી કરી હતી.

ડિંડોલી : સોશિયલ મિડિયા પર સોનાલી(નામ બદલ્યું છે)નો અજાણ્યાએ ફોટો મુકી બિભત્સ કોમેન્ટ કરી બદનામ કરી હતી.

સરથાણા : મિતલ જયસુખ પાંભરે પાસે ઓન લાઈન 67 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

પાંડેસરા : રિમ્પલ પટેલને અજાણ્યાએ આર્મી ઓફિસર તરીકે ઓળખ આપી કાર વેચાણનું કહી ઓન લાઈન રૂ. 36,100ની છેતરપિંડી કરી છે.

મોટા વરાછા : કાપડના વેપારી વિનિત સુતરિયા પાસે અજાણ્યાએ ઓન લાઈન 2.60 લાખ રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી.

સલાબતપુરા : કાપડ વેપારી સુલતામ કુરુમબેગ પાસે ગઠીયાએ લોનના નામે 86 હજાર લીધા હતા.

રાંદેર : રિતેશ ચાંચરીયાવાલા સાથે અજાણ્યાએ આર્મીમેન તરીકે વાત કરી 70 હજાર અને રાંદેરના પ્રસન્નાકુમારને લકી ડ્રોમાં કાર લાગી હોવાનું કહી 4 લાખ પડાવ્યા હતા.

અઠવા : યુવકને એનઆરઆઈ યુવતીઓ સાથે મુલાકાત કરાવાના બહાને અજાણ્યાએ 70 હજાર રૂપિયા મેળવી લીધા હતા.

જહાંગીરપુરા : મહિલાને રેલવે ટીકીટનું રિફંડ આપવાના બહાને ઓન લાઈન બે લાખ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...