ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવા પડે તેવી સ્થિતિ:નવી પાલિકા કચેરી માટે માત્ર 1 ટેન્ડર, હવે ત્રીજીવાર મૂકાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રીમ સિટી પ્રોજેક્ટની એજન્સી PSPએ રસ દાખવ્યો
  • ​​​​​​​નિયમ પ્રમાણે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવાની સ્થિતિ

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પાલિકાના મુખ્ય વહિવટી ભવનને નિર્માણ કરવા શાસકો-તંત્રએ ઉતા‌વળા બની ટેન્ડરો બહાર પાડી દીધા હતાં. 26 જુલાઇએ ટેન્ડર બહાર પાડયા પણ એજન્સીઓ માત્ર ક્વેરી જ કરતી રહી છે. ત્યાર બાદ 2 વખત તારીખ લંબાવી હવે ત્રીજી વખત ટેન્ડર નવેસરથી બહાર પાડવા પડે તેવી સ્થિતિ છે. કેમ કે, એક જ એજન્સીએ રસ દાખવતા નિયમ પ્રમાણે ટેન્ડર પ્રક્રિયા ફરી હાથ ધરવી પડે.

એકમાત્ર ટેન્ડર ભરનારી અને ડ્રીમ સિટી પ્રોજેક્ટ સાકાર કરનારી પીએસપી પ્રોજેક્ટ લિ. છે. પાલિકાએ 26 જુલાઈવાળા ટેન્ડરને ઓફ લાઇન કર્યા પછી પણ કોઈ ઇજારદાર ન આવતાં ટેન્ડરની સમય અવધી વધારીને 15 ઓક્ટોબર કરી હતી. પરંતુ 15મીએ સમય પૂર્ણ થઇ જતાં માત્ર એક એજન્સી જ આવી છે.

આચાર સંહિતા લાગુ થાય તો પ્રોજેક્ટ પર બ્રેક લાગી શકે
ડાયમંડ બૂર્સ સાકાર કરનારી એજન્સી પીએસપી પ્રોજેક્ટ લિ. અમદાવાદે ટેન્ડર ભર્યું છે. પરંતુ એકમાત્ર એજન્સી હોવાથી ફરીથી ટેન્ડર બહાર પડાશે. દરમિયાન જો આચાર સંહિતા લાગુ પડી જાય તો વહિવટી ભવનને 3 વર્ષમાં સાકાર કરવાની સમય મર્યાદા પણ વધારવી પડે. તેથી આ એજન્સી પર જ કળશ ઢોળાઇ તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...