સાઇબર ક્રાઇમ:પાલિકા કર્મચારી સહિત ત્રણ સાથે ઓનલાઇન છેતરપિંડી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નોકરી અનેે KYCના બહાને તેમજ ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે ઠગાઈ

પુણાની દિવ્યા દુલા રાજાણી મજુરા ગેટ પાસે ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. તેણીએ સાઈન ડોટ કોમ પર નોકરી માટે અભ્યાસના ડોક્યુમેન્ટ મૂક્યા હતા. 11 ઓગસ્ટના રોજ તેણીને આવેલા મેસેજમાં સિલેક્શન થયાંનું જણાવી ઓનલાઈન ફોર્મ ભરવાનું કહ્યું હતું. દિવ્યાએ ફોર્મ ભરતા 10106 રૂપિયા ઉપડી ગયા હતા. દિવ્યાએ કંપનીમાં ફરિયાદ કરતા તેણીને રિફંડ મળશે તેવું કહેવાતા દિવ્યાએ ફરીથી લીંક પર ગઇ હતી. ત્યારે પણ તેના ખાતામાંથી 71 હજાર ઉપડી ગયા હતા. દિવ્યાએ કાપોદ્રા પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.

પ્રવિણે કાર્ડનો નંબર અને ઓટીપી આપતા તેમના ખાતામાંથી 80 હજાર ઉપડી ગયા હતા
કતારગામનાં જલારામનગરમાં રહેતા મુંજાલ રોહિત મોદી પાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર છે. 18મી તારીખે તેમને ગઠિયાએ ફોન કરી પેટીએમ કેવાયસી રિન્યુ કરવા ક્વિક સપોર્ટ એપ ઇન્સ્ટોલ કરવા કહ્યું. ગઠિયાએ પાસવર્ડ માંગતા મુંજાલે તે આપતા તેમનાખાતામાંથી 76 હજાર ઉપડી ગયા હતા. તેમણે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કતારગામમાં અંબિકાનગર સોસાયટી-2નાં પ્રવિણ આનંદ કાકલોતરને ગઠિયાએ 2 જુલાઈએ ફોન કરી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારી આપવાનું કહ્યું હતું. પ્રવિણે કાર્ડનો નંબર અને ઓટીપી આપતા તેમના ખાતામાંથી 80 હજાર ઉપડી ગયા હતા. પ્રવિણે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...