તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મેડિકલ કોલેજની વિદ્યાર્થિની સાથે ઓનલાઈન 50 હજારની ઠગાઈ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંકની અેપ અપડેટના બહાને માહિતી માંગી હતી

સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ખાતામાંથી અજાણ્યાએ ઓન લાઈન 50 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. કતારગામ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર વેડરોડ પર ગોપાલનગર સોસાયટીમાં રહેતી પ્રણાલી પ્રવિણ લુવાણી સુરત ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં ફિઝિયોથેરાપીના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે. સિંગણપોર શાક માર્કેટ પાસેની આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં તેનું સેવિંગ ખાતું છે. પ્રણાલી ફોનમાં બેંકની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.17 મી ઓક્ટોબરના દિવસે અજાણ્યાએ પ્રણાલીને ફોન કરી જણાવ્યું કે તમારી એપ્લિકેશન અપડેટ કરવાની છે. જેથી તમારી એપ્લિકેશનનો પાસવર્ડ-પીન આપો.

પ્રણાલી લુવાણીએ અજાણ્યા પર વિશ્વાસ કરી પાસવર્ડ-પીન નંબર સહિતની તમામ વિગત આપી દીધી હતી. ત્યાર બાદ થોડા સમય બાદ પ્રણાલીના ખાતામાંથી ઓન લાઈન 50 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. પ્રણાલીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...