• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Online Education Of Medical Colleges In Ukraine Continues, But As Soon As The War Alarm Goes Off, The Professors Leave The Class And Enter The Bunker.

ભાસ્કર એક્સક્લૂઝિવ:યુક્રેનની મેડિકલ કોલેજોનું ઓનલાઇન શિક્ષણ ચાલુ, પણ યુદ્ધ એલાર્મ વાગતાં જ પ્રોફેસરો ક્લાસ છોડીને બંકરમાં ઘૂસી જાય છે

સુરત24 દિવસ પહેલાલેખક: મિલન માંજરાવાલા
  • કૉપી લિંક
ઓનલાઇન એજ્યુકેશન લઈ રહેલો મેડિકલના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી સંકેત. - Divya Bhaskar
ઓનલાઇન એજ્યુકેશન લઈ રહેલો મેડિકલના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી સંકેત.
  • ડિગ્રી આપવા મુદ્દે યુનિવર્સિટીઓ કઇં જ ન કહેતા વિદ્યાર્થીઓમાં મુંઝવણ
  • યુક્રેનમાં ઈન્ટરનેટ બંધ થઈ જતાં ઘણી વખત અઠવાડિયા સુધી એજ્યુકેશન બંધ રહે છે

વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનની યુનિવર્સિટીઓએ ઓનલાઇન એજ્યુકેશન શરૂ કર્યું છે, છતાં ભારતીય વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. સમયમાં અઢી કલાકનો ડિફરન્સ હોવાથી તેમનું બપોરનું જમવાનું છૂટી જાય છે. ઘણી વખત યુદ્ધનું એલાર્મ વાગે તો પ્રોફેસરો ઓનલાઇન એજ્યુકેશન છોડીને બંકરમાં જતા રહે છે.

ઘણી વખત યુક્રેન સરકાર ઇન્ટરનેટ બંધ કરી દેતા ક્યારેક આખો દિવસ કે અઠવાડિયા સુધી ક્લાસ બંધ રહે છે. યુનિવર્સિટીઓ એમબીબીએસનું એજ્યુકેશન ઓનલાઇન કરાવી રહી છે. પરંતુ પ્રેક્ટિકલ થતા નથી. જેથી ભવિષ્યમાં મોટી તકલીફ ઊભી થશે. ઉપરાંત યુક્રેનની યુનિવર્સિટીઓ ઓનલાઇન એજ્યુકેશન આપી રહી છે, પણ ડિગ્રી કઈ રીતે આપશે તે મામલે કઇંજ કહેતી નથી.

હાલમાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીને સૌથી વધુ ચિંતા
યુનિવર્સિટી ડિગ્રી કઈ રીતે આપશે? તે મામલે કંઈ જ કહેતી નથી. ઘણી વખત એલર્ટ એલાર્મ વાગે તો પછી પ્રોફેસરો બંકરમાં જતા રહે છે. જેથી આખો દિવસ ક્લાસ થતા નથી. યુક્રેનમાં ઈન્ટરનેટ બંધ થઈ જતાં ઘણી વખત અઠવાડિયા સુધી એજ્યુકેશન બંધ રહે છે. મારા જેવા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ચિંતા વધુ છે. - સંકેત સિંગ, વિદ્યાર્થી

સમયમાં તફાવત હોવાથી લંચ ખોરંભે
અમે યુક્રેનથી સુરત આવ્યાના દસેક દિવસ બાદ અમારી યુનિવર્સિટીએ ઓનલાઇન એજ્યુકેશન શરૂ કરી દીધું હતું. ભારતીય સમય અનુસાર સવારના સાડા અગિયારથી બાર વાગ્યે ઓનલાઇન ક્લાસ શરૂ થાય છે. જે સીધા જ છ વાગ્યા સુધી ચાલે છે. આમ, છ કલાકના ઓનલાઇન એજ્યુકેશનથી ઘણી વખત લંચ પણ છૂટી જાય છે. - હર્ષિલ જીંજાળા, વિદ્યાર્થી

પ્રેક્ટિકલ એજ્યુકેશન નથી મળતું
ઘણી વખત યુદ્ધ એલાર્મ વાગતાં પ્રોફેસરો ક્લાસ બંધ કરી દે છે. ઉપરાંત યુદ્ધની સ્થિતિને જોતા યુક્રેન સરકાર ઘણી વખત ઇન્ટરનેટ બંધ કરી દેતી હોય છે. જેથી ક્લાસ થતા નથી. ઉપરાંત પ્રેક્ટિકલ એજ્યુકેશન પણ મળતું નથી. - શુભમ પાંડે, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...