ગ્રીષ્મા હત્યા કેસ:સુરતમાં ચાલુ કોર્ટે ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આરોપી ફેનિલ બેભાન થઈ ગયો,108 એમ્બ્યુલન્સમાં સિવિલમાં સારવાર માટે ખસેડાયો

સુરત5 મહિનો પહેલા
બેભાન થયા બાદ ફેનિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. - Divya Bhaskar
બેભાન થયા બાદ ફેનિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
  • સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ફેનિલની તબિયત સુધારા પર

સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં હત્યા કરનારા આરોપી ફેનિલને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચાલુ કેસ કાર્યવાહી દરમિયાન અચાનક ફેનિલ ગોયાણી બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ સારવાર શરૂ કરી દેતા ફેનિલ ગોયાણીની તબિયત સુધારા પર આવી હતી.1 કલાક અને 20 મિનિટ ની સારવાર અપાઈ હતી.

ભારે સુરક્ષા સાથે ફેનિલને સિવિલમાં સારવાર માટે લઈ જવાયો
ભારે સુરક્ષા સાથે ફેનિલને સિવિલમાં સારવાર માટે લઈ જવાયો

ફેનિલની તબિયત નોર્મલ
હત્યાના આરોપી ફેનિલને સિવિલમાં માનસિક અને મેડિસિન વિભાગના ડોક્ટરોએ ચેક કરી તબિયત નોર્મલ હોવાનું કહ્યું હતું. માત્ર અશક્ત હોવાની ફરિયાદ બાદ ઢળી પડતા સિવિલ લવાયો હતો. લીંબુ પાણી પીવડાવી સારવાર આપાઈ રહી છે. કમલેશ દવે (માનસિક વિભાગ)ના ડોકટરે કહ્યું કે, મારા વિભાગમાં દાખલ કરવાની જરૂર નથી. બે પીઆઈ સહિતનો કાફલો બંદોબસ્તમાં ગોઠવાયો છે.

સિવિલ હોસ્પિટલમાં ફેનિલ ગોયાણીની સારવાર શરૂ કરવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલમાં ફેનિલ ગોયાણીની સારવાર શરૂ કરવામાં આવી છે.

બંદોબસ્ત સાથે સિવિલમાં લઈ જવાયો
ફેનિલ ગોયાણીનો કેસ સુરત કોર્ટમાં ચાલી રહ્યો છે. હાલ સાક્ષીઓની સુનાવણી ચાલી રહી છે. આ કેસને લઈને ફેનિલને આજે સુરત લાજપોર જેલથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટની કાર્યવાહી દરમિયાન જ ફેનિલ બેભાન થઈને પડી ગયો હતો.જેથી તાત્કાલિક ફેનિલ ગોયાણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરત કોર્ટમાં હાલ હત્યા કેસની કાર્યવાહી ચાલી રહી છે.
સુરત કોર્ટમાં હાલ હત્યા કેસની કાર્યવાહી ચાલી રહી છે.

રોજની 7 કલાકની પ્રોસેસ
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. શનિવારના રોજ ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પુરી થાય એવી સંભાવના છે.

ફેનિલ ગોયાણીએ જાહેરમાં હત્યા કરી હતી.(ફાઈલ તસવીર)
ફેનિલ ગોયાણીએ જાહેરમાં હત્યા કરી હતી.(ફાઈલ તસવીર)

ફેનિલે ગુનાની કબૂલાત ન કરી
સુરતની કોર્ટમાં ફેનિલ સામે કાર્યવાહી શરૂ થઈ હતી. દરમિયાન ફેનિલે ગુનો કબૂલ કર્યો ન હતો. છેલ્લા 4 દિવસથી સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. કુલ 190 સાક્ષીમાંથી 58ની જુબાની લેવામાં આવી ચૂકી છે. જેમાં ડોક્ટર, હત્યાનો વીડિયો ઉતારનાર સહિતની જુબાની લેવાઈ છે.

108 એમ્બ્યુલન્સમાં લવાયેલા ફેનિલની તબિયત સિવિલમાં સુધારા પર છે.
108 એમ્બ્યુલન્સમાં લવાયેલા ફેનિલની તબિયત સિવિલમાં સુધારા પર છે.

ઘટના શું હતી?
સુરતમાં કામરેજના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ત્યારબાદ હાથની નસ કાપી અને ઝેરી દવા પીવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયો હતો. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.