આગ:અડાજણમાં ચાલુ બાઈકમાં આગ ભભૂકી, CAના વિદ્યાર્થીનો બચાવ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયરબિગ્રેડ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ બાઈક ખાક

અડાજણ સ્ટાર બજાર પાસેથી પસાર થતા એક સીએના વિદ્યાર્થીની બાઈકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બાઈકના કી હોલમાંથી ધુમાડો નીકળતા વિદ્યાર્થીએ બાઈક સાઈડમાં ઉભી કરી દીધી હતી અને રાહદારીની મદદથી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયરબ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ બાઈક આગની લપેટમાં આવી ગઈ હતી. વિદ્યાર્થીના સમય સુચકતાના કારણે તેને કોઈ ઈજા કે જાનહાની થવા પામી ન હતી.

અડાજણ વિસ્તારમાં રહેતો મુદીત અજયભાઈ ઠક્કર સીએ ફાયનલનો અભ્યાસ કરે છે. શનિવારે સવારે તે ઘરેથી બાઈક લઈ કોચીંગ ક્લાસ જવા માટે નીકળ્યો હતો. દરમિયાન સ્ટાર બજાર પાસે અચાનક બાઈકના કી હોલમાંથી ધુમાડો નીકળવા માંડતા તેણે તાત્કાલિક બાઈક સાઈડમાં ઉભી રાખી હતી અને પોતે બાઈક પરથી ઉતરી ગયો હતો અને રાહદારીની મદદથી ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો હતો.

પાંડેસરામાં ડાઈંગ મીલમાં શોર્ટસર્કિટથી આગ
પાંડેસરા ગણેશ નગરમાં આવેલી સમૃધ્ધી પ્રોસેસ નામની ડાઈંગ મીલમાં શનિવારે મળસ્કે શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. હાઈડ્રો કેમીકલના ડ્રમમા આગ લાગી હતી. હાઈડ્રો કેમીકલના સંપર્કમા જો પાણી આવે તો આગ વધુ વકરે તેમ હોવાથી રેતી અને ચુનાની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો. 2 કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...