તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ONGC Fined Rs 1 Crore From Gandhinagar For Spreading Pollution, Toxic Gas In Atmosphere, Polluted Water Released Into River: Report

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:પ્રદૂષણ ફેલાવવા બદલ ONGCને ગાંધીનગરથી 1 કરોડ દંડ ફટકારાયો, વાતાવરણમાં ઝેરી ગેસ, પ્રદૂષિત પાણી નદીમાં છોડાયું : રિપોર્ટ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
જીપીસીબીએ આપેલી નોટીસ. - Divya Bhaskar
જીપીસીબીએ આપેલી નોટીસ.

હજીરા સ્થિત ઓએનજીસી કંપનીની પાઇપ લાઇનમાં અઢી મહિના પહેલા થયેલા બ્લાસ્ટના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવવા બદલ જીપીસીબીએ ઓએનજીસીને વળતર પેટે રૂ. એક કરોડનો દંડ કર્યો છે. આ રકમ તેમણે સરકારી ખાતામાં જમા કરાવવાની રહેશે ઓએનજીસી કંપનીમાં પેટ્રોકેમિકલમાંથી નેચરલ ગેસનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. ખાસ કરીને બોમ્બે હાઇથી આ પાઇપ લાઇન મારફતે આ જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. 24મી સપ્ટેમ્બરના રોજ આ પાઇપ લાઇનમાં લો પ્રેશરના કારણે પ્રચંડ ધડાકા થયા હતા.

આ ધડાકાના કારણે 10 કીમી સુધીના વિસ્તારમાં ધ્રુજારી ફેલાઇ હતી. આ આગને કાબુમાં લેવા માટે મોટી માત્રામાં ગેસને હવામાં છોડી મુકાયો હતો. જેથી હવામાં સલ્ફર, નાઇટ્રોજન, વીસીઓ જેવા પદાર્થ ભળ્યા હતા અને દુર્ગંધ ફેલાઇ હતી. અકસ્માતના કારણે હજીરાના ગામોમાં પ્રદૂષણ ફેલાયું હોવાનું જણાવીને પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે પ્રદૂષણ બોર્ડે તપાસ કરી હતી. તપાસમાં આ બ્લાસ્ટ અને આગના પગલે વાયુ પ્રદૂષણ અને ગંધ ફેલાઇ હતી.

તેમજ ભારે વી.ઓ.સી આ વિસ્તારમાં ફેલાયું હતું. કંટ્રોલિંગ ઓફીસમાંથી છોડાતું પાણી સ્ટ્રોમ વોટર ટ્રેનેજ મારફતે તાપી નદીમાં છોડાયું હતું. જેથી ઓએનજીસીને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાવી નુકસાન કરવા બદલ 1 કરોડ વળતર પેટે ચૂકવી આપવા અને સુરક્ષિત કચરા નિકાલ કરવા જીપીસીબીએ આદેશ કર્યો છે. સુરત જીપીસીબીના જણાવ્યા મુજબ ફરિયાદની તપાસ ગાંધીનગર જીપીસીબી કરે છે. આ તપાસ પણ મુખ્ય કચેરી દ્વારા કરીને દંડ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો