તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નોત્સવ:વેલેન્ટાઇન ડે પર આજે એક હજાર લગ્ન, 1500 રિંગ સેરેમની, રૂપિયા 35 કરોડના વેપારની આશા

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કેટરિંગ, લાઇટિંગ્સ, મેરેજ હોલ સહિતના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો વેપાર વધશે

વેલેન્ટાઇન ડે નિમિત્તે આજે રવિવારે શહેરમાં એક હજારથી વધુ લગ્ન થશે. એટલું જ નહીં 1500 જેટલી રિંગ સેરેમની પણ આયોજિત કરાશે. જેના પગલે શહેરમાં 35 કરોડ રૂપિયાથી વધારે વેપાર થવાનું અનુમાન છે. લાંબા સમયથી લગ્નની સિઝન ન હોવાના પગલે ડેકોરેશન, કેટરર્સ સહિત અન્ય સર્વિસથી જોડાયેલા લોકો પરેશાન છે. પરંતુ હવે લગ્નો શરૂ થતાં ડેકોરેશન કેટરિંગ, લાઇટિંગ્સ અને મેરેજ હોલનો બિઝનેસ કરવાવાળાઓના ચહેરા પર રોનક પરત ફરવા લાગી છે. એક ઇવેન્ટ મેનેજરે જણાવ્યું કે એક લગ્નના અને રિંગ સેરેમનીના કાર્યક્રમ પાછળ ડેકોરેશન, કેટરિંગ, લાઇટિંગ્સ અને હોલ બુકિંગ વગેરે મળીને દોઢથી બે લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય છે.

મુહૂર્ત ન હોવા છતાં લગ્નોનું આયોજન
મોટાભાગના લોકો વસંત પંચમીના મુહૂર્ત પર લગ્ન કરે છે. હાલમાં મુહૂર્ત નથી છતાં હજાર લોકો વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે. કેટરિંગનો બિઝનેસ કરનાર ગૌરવે જણાવ્યું કે વેલેન્ટાઇન ડે પર તેમની પાસે ઘણાં ઓર્ડર છે.

પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવમાં લગ્નો કરાય રહ્યા છે
ગુર અસ્ત થવાના કારણે કોઇ મુહૂર્ત નથી. શાસ્ત્ર મુજબ કોઇ શુભ અવસર પણ નથી. વેલેન્ટાઇન ડેના દિવસે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લગ્ન કરનારાઓ લગ્ન કરે છે. જેથી 14મી ફેબ્રુઆરીએ ઘણાં લોકો લગ્ન કરી રહ્યા છે. > પંડિત રામ ગોપાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો