તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થાયી સમિતિમાં દરખાસ્ત:બુડીયા-ગભેણીમાં પાલિકાની સ્કૂલનું એક પગથિયું 28 હજારમાં બનાવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈમરજન્સી એક્ઝિટ માટે દાદર બનાવવા સ્થાયીમાં દરખાસ્ત
  • 3 સ્કૂલમાં વધારાના દાદર બનાવવા 52.19 લાખનો ખર્ચ કરાશે

સુરત પાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તાર બુડીયા અને ગભેણીમાં 3 પ્રાથમિક શાળામાં વધારાના દાદર બનાવવા રૂ.52.19 લાખનું ટેન્ડર ફરી સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મૂકાયું છે.

ફાયર સેફ્ટીની સુવિધા સાથે ઇમરજન્સી એક્ઝિટના નામે શાળામાં વધારાના દાદર બનાવાઈ રહ્યા છે. ગભેણીની શાળા ક્રમાંક 296,297 અને બુડિયાની શાળા ક્રમાંક 76માં દાદર બનાવવા એક માત્ર કંપનીએ 52,19,798નું ટેન્ડર ભર્યું છે. એક પગથિયું બનાવવા 28 હજાર ખર્ચ કરાશે.

એક પગથિયામાં વધુમાં વધુ 8 હજારનો ખર્ચ થાય
સિવિલ એન્જિનિયરના જણાવ્યા પ્રમાણે, હાલ બે પ્રકારના દાદર બનાવાય રહ્યા છે. જેમાં સાદા દાદર અને કળી ટપ્પા દાદર બનાવાય છે. એક માળ સુધીના સાદા દાદર પાછળ 60 હજાર જેટલાે ખર્ચ થાય છે તો કળી ટપ્પા દાદર બનાવવા રૂ.80 હજાર જેટલા ખર્ચ થાય છે. 6 ફુટ લાંબા દાદરનો ખર્ચ ગણો તો પણ એક ટપ્પા પગથિયું વધુમાં વધુ રૂ.8 હજાર સુધી બની શકે છે.

આગાઉ પણ સ્થાયીમાં દરખાસ્ત આવી હતી
3 શાળામાં દાદર બનાવવા 52.19 લાખનું ટેન્ડર મંજુરી માટે સ્થાયી સમિતિમાં મૂકાઈ હતી. પરંતુ વધુ ભાવના કારણે આ કામ મુલત્વી રાખવામાં આવ્યું હતું. આગામી બેઠકમાં ફરીવાર દરખાસ્ત મૂકાશે.

શાળાઓમાં ઇમરજન્સી એક્ઝિટ ડોર બનાવાયા
બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ફાયર સેફ્ટી અને એક્ઝિટ ડોર બનાવવા પાલિકાએ માહિતી માંગી હતી. કેટલી શાળામાં કામ ચાલુ છે તેની માહિતી મારી પાસે નથી. > હસમુખ પટેલ,અધ્યક્ષ, શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...