તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્પિટલથી ભાસ્કર LIVE:સ્મીમેરમાં દર 5 મિનિટે એક દર્દી આવે છે, પાર્કિંગમાં બેડ ઉભા કરાયા

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
દર્દીઓને ઘરેથી જ ઓક્સિજન સાથે લાવવા પડે છે - Divya Bhaskar
દર્દીઓને ઘરેથી જ ઓક્સિજન સાથે લાવવા પડે છે
 • મહાવીર હોસ્પિ.માં 17 દર્દી ICU માટે વેઇટિંગમાં, 5 હોસ્પિટલ ફર્યા પછી દર્દીને સ્મિમેરમાં બેડ મળ્યો

દિવ્ય ભાસ્કરની ટીમે શહેરની સિવિલ, સ્મીમેર, મહાવીર, શેલ્બી, બાપ્સ સહિતની હોસ્પિટલોની સ્થિતિ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જેમાં સ્મીમેર હોસ્પિટલમાં સવારથી બપોર સુધીમાં દર પાંચ મિનિટે એક દર્દી દાખલ થયો હતો. સ્થિતિ એ હદે વણસી છે કે અહીં મલ્ટિલેવલ પાર્કિંગમાં 360 જેટલા બેડ ઉભા કરાયા છે. આ તમામ બેડ પણ ફૂલ થઇ ગયા છે. ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં રોજના 400 જેટલા દર્દી દાખલ થતા હોવાનું અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું.

સિમાડા વિસ્તારમાં રહેતા વિનુભાઈ કરકર નામના દર્દીના સંબંધીએ જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યે તેઓ કામરેજની સદ્‌ભાવના હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, ડાયમંડ હોસ્પિટલ, સારથી હોસ્પિટલ અને વિનસ હોસ્પિટલમાં દાખલ થવા પહોંચ્યા હતા પરંતુ બેડ ખાલી નહીં હોવાને કારણે છેલ્લે તેમને સ્મિમેર હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.

મહાવીર હોસ્પિટલ
અઠવા ગેટ વિસ્તારમાં આવેલી મહાવીર હોસ્પિટલમાં 80 બેડ છે. જે તમામ ફુલ છે. આઇસીયુની પણ જે ક્ષમતા છે તે ફુલ થઇ ગઇ હોવાથી 17થી 18 દર્દીઓ આઇસીયુ માટે વેઇટિંગમાં છે. નવા દર્દીઓને રાહ જોવાનું કહેવાય છે.

BAPS હોસ્પિટલ

108માં આવેલા એક દર્દીનું ઓક્સિજન લેવલ 86 થઇ ગયું હોવા છતા દાખલ થવા માટે આજીજી કરવી પડી હતી. અંતે પાલિકાના એક અધિકારીની ભલામણ પછી દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા.

નવી સિવિલ
સિવિલ હોસ્પિટલમાં બપોરે 3 વાગ્યા સુધીમાં જ 91 નવા દર્દીઓ દાખલ થયા હતા. 10 માળની હોસ્પિટલ ફુલ થવાના આરે હોવાથી જૂની બિલ્ડિંગમાં અને કિડની હોસ્પિટલમાં નવા બેડ ઉભા કરવામાં આવી રહ્યા છે.

મેટાસ હોસ્પિટલ
અહીં તમામ 200 બેડ ફુલ થઇ ગયા છે. 10 બેડમાં વધારો કર્યો તે પણ ભરાઇ ગયા હોવાથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઉપરાંત સ્ટાફ પુરતો હોવા છતા દર્દી વધતાં તકલીફ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો