સુરતના પાલ ઉમરા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે યુવકો બાઈક પર પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત થતા બે યુવકો બ્રીજ પરથી આશરે 15 ફૂટ નીચે પટકાયા હતા. જેમાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે એક યુવક હાલમાં સારવાર હેઠળ છે. બંને યુવકો મૂળ બંગાળના વતની હતા.4 દિવસ પહેલા જ સુરત ખાતે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાલ ઉમરા બ્રિજ અકસ્માતમાં એકનું મોત
સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. સુરતના પાલ ઉમરા બ્રીજ પર બે યુવકો બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા બંને યુવકોને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈકનો કુરચો વળી ગયો હતો. તેમજ બાઈકના જાણે બે ટુકડા થઇ ગયા હોય તેમ સ્ટીયરીંગ પણ અલગ થઇ ગયું હતું. આ ઘટનામાં બંને યુવકો 15 ફૂટ બ્રિજ નીચે પટકાયા હતા. જેથી સારવાર માટે બંનેને 108 મારફતેથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે.
બંને યુવકો ચાર દિવસ પહેલા જ સુરત આવ્યા હતા
સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ એક યુવકનું નામ ખલીલુર રહેમાન અને બીજા યુવકનું નામ તુરબ અલી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ બંને યુવકો મૂળ બંગાળના વતની હતા. 13 એપ્રિલના રોજ એટલે કે 4 દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. સુરતમાં તેઓ એકલા રહેતા હતા. બંનેના પરિવાર બંગાળ ખાતે રહે છે.
બાંધકામ સાઈટ પર કામ કરતા હતા
મળતી માહિતી મુજબ બંને યુવકો પીપલોદ સ્થિત એક બાંધકામ સાઈટ પર કામ કરતા હતા. ત્યાં નજીક જ રહેતા હતા. આ બંને યુવકો પૈકી તુરબ અલી પોતાના ભાઈની બાઈક લઈને પાલથી ઉમરા બ્રિજ મારફતે આવી રહ્યા હતા. દરમ્યાન ઉમરા તરફ બ્રિજના છેડે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં તુરબ અલીનું મોત નીપજ્યું હતું. તેને માથામાં ગંભીર ઈજાઓ પહોચી હતી. જેને લઇ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેનું મોતની નીપજ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.