દુર્ઘટના:સુરતના સચિન-તલંગપુરમાં તળાવમાં નાહવા પડેલા બે મિત્રો પૈકી એકનું ડૂબી જતાં મોત,મિત્ર ડરના માર્યો ભાગી ગયો

સુરત8 મહિનો પહેલા
મૃતક યુવકને તળાવમાંથી ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ બહાર કાઢ્યો હતો.
  • મૃતક મૂળ ઓડિશાનો રહેવાસી હતો અને રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો

સુરતના સચિન-તલંગપુર મહાદેવ મંદિર સામેના તળાવમાં નાહવા પડેલા બે પૈકી એક મિત્ર ડૂબી જતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતક મુકેશ શેટ્ટી ઓડિશાનો રહેવાસી અને સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. ભરબપોરે બનેલી ઘટનાની જાણ ફાયરને મોડી થતા ભેસ્તાન ફાયર વિભાગના જવાનોએ તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયેલા યુવકને લગભગ અઢી કલાકની જહેમત બાદ મૃત હાલતમાં શોધી કાઢ્યો હતો.

અઢી કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
અઢી કલાકની જહેમત બાદ યુવકને બહાર કાઢવામાં સફળતા મળી હતી.

બીજો મિત્ર ડરી ગયો હતો
હિતેશ પાટીલ ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ 1:45 મિનિટે કરવામાં આવી હતી. બે મિત્રો તળાવના પાણીમાં નાહવા પડ્યા બાદ એક ડૂબી ગયો હોવાની માહિતી હતી. એટલું જ નહીં પણ જે મિત્ર બચી ગયો હતો. એ ડરના મારે ભાગી ગયો હતો. જેને પોલીસની મદદથી બોલાવી લોકેશન નક્કી કરાયું હતું.

યુવક ઓડિશાથી તેમની બહેનના ઘરે આવ્યો હતો.
યુવક ઓડિશાથી તેમની બહેનના ઘરે આવ્યો હતો.

મૃતક બહેન પાસે આવ્યો હતો
ફાયરના જવાનોએ સતત તળાવના પાણીમાં ડૂબકી મારી શોધખોળ કરતા અઢી કલાકે મૃતકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકનું નામ મુકેશ શેટ્ટી (ઉ.વ.24) અને સચિન જીન કપાઉન્ડમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મુકેશ ઓડિશાથી રોજગારીની શોધમાં બહેન પાસે આવ્યો હતો.