સુરતમાં અકસ્માત:વરાછામાં પંચર પડેલા કચરાના ટેમ્પો પાછળ મોપેડ ઘૂસી જતા બે ભાઈમાંથી એકનું મોત, બીજાનો આબાદ બચાવ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વરાછામાં પંચર પડેલા કચરાના ટેમ્પો પાછળ ઘૂસી ગયેલા મોપેડ સવાર બે ભાઈઓ પૈકી એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાનો આબાદ બચાવ થયો હતો. મૃતક ઓમ રત્નકલાકારનો પુત્ર હોવાનું અને મુંબઈમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પિતરાઈ ભાઈની સાથે મોપેડ પર વરાછા તરણકુંડમાં જતા અકસ્માત નડ્યો હતો. ઓમનું બેફામ મોપેડ હંકારતા કાળ મુખી ટેમ્પા અડફેટે મોત નીપજ્યું હતું.

દિવાળીનું વેકેશન કરવા આવ્યો હતો
વરાછા શિલ્પા પાર્ક સોસાયટી નજીકના સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહેતા અને હીરા મજૂરી કામ કરતા બકુલભાઈ જસાણી મૂળ અમરેલી જિલ્લાના ઈન્દ્રોડા ગામના વતની છે. બકુળભાઈને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી મોટો પુત્ર 17 વર્ષીય ઓમ મુંબઈની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. હાલ દિવાળીનું વેકેશન પડવાથી ઓમ સુરત વેકેશન કરવા આવ્યો હતો.

એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું
બુધવારે સવારે ઓમ તેના પિતરાઈ ભાઈ હર્ષ સાથે પોતાની એક્ટીવા ગાડી લઈને જૂની બોમ્બે માર્કેટ નજીક આવેલ સરકારી તરણકુંડમાં જઈ રહ્યો હતો. ત્યારે વરાછા જલવંત ટાઉનશિપ સીતાનગર નજીક જુની બોમ્બે માર્કેટ રોડ પર એક કચરાનું વાહનમાં પંચર થઈ જતા ત્યાં ઊભી હતી. ત્યારે ઓમ મોપેડ હંકારીને કચરાના ટેમ્પા પાછળ ધડાકાભેર અથડાય ગયો હતો. જેથી તેનું માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે મોપેડ પાછળ બેસેલા પિતરાઈ ભાઈ હર્ષને સામાન્ય ઇજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...