તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવાર માતમમાં ફેરવાયો:સુરતના સુંવાલી દરિયામાં 8  પૈકી એક કિશોરનું ડૂબી જતા મોત, મહાદેવના મંદિરે જવાનું કહિને કિશોર ઘરેથી નીકળ્યો હતો

સુરત21 દિવસ પહેલા
સુંવાલી દરિયામા ડૂબેલા કિશોરનો મૃતદેહ ફાયરબ્રિગેડ દ્વારા શોધવામાં આવ્યો હતો.
  • ફાયરબ્રિગેડે શોધખોળ આદરીને કિશોરનો મૃતદેહ દરિયામાંથી બહાર કાઢ્યો

સુરતના સુંવાલી ગામ નજીકના દરિયામાં ન્હાવા પડેલા 8 પૈકી એક કિશોર વિદ્યાર્થી ડૂબી જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. રવિવારની સાંજે કામરેજના મહાદેવ મંદિરે જવાનું કહી નીકળેલા મિત્રોએ જયેશ ડૂબી ગયો હોવાની જાણ કરતા પરિવારમાં તહેવારનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. મોરબીના વતની રામજીભાઇ મકવાણાના ત્રણ સંતાન પૈકી જયેશ નાનો દીકરો હતો. આજે સવારે જયેશનો રાજગરી ગામની ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.

જયેશ(ફાઈલ તસવીર) મિત્રો સાથે ગયા બાદ દરિયામાં ડૂબી ગયો હતો.
જયેશ(ફાઈલ તસવીર) મિત્રો સાથે ગયા બાદ દરિયામાં ડૂબી ગયો હતો.

રવિવારની સાંજે જયેશ ડૂબ્યો હતો
ફાયર વિભાગે મોઢ સાહેબે જણાવ્યું હતું કે, રવિવારના રોજ સાંજે કોલ મળ્યા બાદ ફાયરની ટીમ હજીરાના સુંવાલી દરિયા કિનારે પહોંચી ગઈ હતી. દરિયાઈ મોજાના કરંટ વચ્ચે પણ જયેશને શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ન મળતા આજે સવારથી ફાયરની ટીમ કામે લાગી હતી. દરમિયાન રાજગરી ગામની ખાડીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવારને બોલાવીને પૂછતાં તે મૃતદેહજયેશનો હોવાનું પુષ્ટિ થઈ છે.

તહેવારની રજામાં દરિયા કિનારે પ્રવાસીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળી રહી છે.
તહેવારની રજામાં દરિયા કિનારે પ્રવાસીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળી રહી છે.

મંદિરે જવાનું કહિને મિત્રો નીકળ્યા હતા
પરિવારે જણાવ્યું હતું કે,8 મિત્રો કામરેજ મહાદેવ મંદિરે જવાનું કહી અડાજણ સંત તુકારામ સોસાયટીમાંથી નીકળ્યા હતા. ત્યારબાદ તમામ મિત્રો સુંવાલી દરિયા કિનારે ફરવા આવ્યા હોવાનું અને જયેશ ડૂબી ગયો હોવાનું કહેતા પરિવારના પગ તળિયેથી જમીન સરકી ગઈ હતી. હજીરા ફાયર અને મરીન ફાયર વિભાગે ડૂબી ગયેલા જયેશને શોધી કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી.
જોકે સુંવાલીનો દરિયો ફરી એકવાર કાળ મુખી સાબિત થયો હતો.

સુંવાલી દરિયા કિનારે મોત વધુ થતાં હોવાથી ચેતવણી આપતાં હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યાં છે.
સુંવાલી દરિયા કિનારે મોત વધુ થતાં હોવાથી ચેતવણી આપતાં હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યાં છે.

જયેશ 8માં ધોરણમાં ભણતો હતો
પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, જયેશ ધોરણ-8નો વિદ્યાર્થી હતો. તેને એક ભાઈ અને એક બહેન છે. પિતા ડ્રેનેજના લાગતા ખાનગી કામો કરે છે. મૂળ મોરબીના રહેવાસી છે. તમામ મિત્રો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે. રવિવારની રજામાં ફરવા જવાનું કહીને નીકળેલા વિદ્યાર્થીઓને કાળ સુંવાલી ખેંચી ગયો હોય એમ કહી શકાય છે. અમે દીકરો તો મિત્રો એક સારો મિત્ર ગુમાવ્યો છે. પોલીસ આગળની તપાસ કરી રહ્યું છે.