તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:દેશમાં બનનાર 5 ટેક્સટાઈલ પાર્કમાંથી એક સુરતમાં બનશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • 40 લાખ મી.ની જગ્યામાં પાર્ક બનાવવા રજૂઆત

ટેક્ટાઈલ સેક્ટરમાં સુરત ભારતનું માન્ચેસ્ટર ગણાય છે. દેશની ડિમાન્ડનું 65 ટકા જેટલુ પોલિએસ્ટર કાપડ સુરત તૈયાર કરે છે. ત્યારે ટેક્સટાઈલ મિનિસ્ટ્રી દ્વારા વર્ષ 2021માં 5થી 6 મેગા ટેક્સટાઈલ પાર્ક તૈયાર કરવાની તૈયારી બતાવવામાં આવી છે. તે પૈકી સુરતમાં એક પાર્ક 40 લાખ મીટરની જગ્યામાં સ્થપાય તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. થોડા સમય પૂર્વે શહેરના ટેક્સટાઈલ સેક્રેટરી રવિ કપૂર અને ટેક્સટાઈલ મિનિસ્ટ્રી દ્વારા આવનારા વર્ષમાં મેગા ટેક્સટાઈલ પાર્ક યોજના અંતર્ગત 5થી 6 પાર્ક સ્થપાય તે માટેની ઈચ્છા વ્યક્ત કરાય છે.

જેમાં ટેક્સટાઈલના તમામ સેક્ટરની સાંકળી લેવાની સાથો-સાથ ટેક્સટાઈલ એન્સીલરીઝ પણ તે એક પાર્કમાં જ સ્થપાય તે માટેની વિચારણા થઈ રહી છે. વધુમાં, પાવરલૂમ મેગા કલ્સ્ટર પાર્કની પણ ટેક્સટાઈલ મિનિસ્ટ્રીની યોજના છે. આ બંન્ને યોજના અંતર્ગત સુરતમાં એક પાર્ક સ્થપાય તે માટે ચેમ્બર દ્વારા પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. થોડા દિવસ પૂર્વે જ ટેક્સટાઈલ સેક્રેટરી અને ટેક્સટાઈલ મિનિસ્ટ્રીને પત્ર લખીને 40 લાખ મીટરની જગ્યામાં એક પાર્ક સુરતમાં બને તે માટેની રજૂઆત થઈ છે. જેમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, પ્રોડક્ટ ટેસ્ટીંગ, માર્કેટિંગ સપોર્ટ સહિતની તમામ સુવિધાઓ હોઈ તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો